DD NEWS

.

ZEE NEWS

.

Monday, May 25, 2009

DMK-will Join in Cabinet Ministry-Inf.

ડીએમકે ૭ ખાતાં લઈ કેબિનેટમાં જોડાશે
www.bsnlnewsbyashokhindocha.blogspot.com

ચેન્નાઈ, તા.૨૪
કોંગ્રેસે મનમોહનસિંહ કેબિનેટમાં સાત ખાતાં આપવાની કરેલી ઓેફરને ડીએમકેએ સ્વીકારી લેતાં કોંગ્રેસ અને ડીએમકે વચ્ચે કેબિનેટ ખાતાંના મામલે ઊભી થયેલી મડાગાંઠનો અંત આવી ગયો છે. કોંગ્રેસે ત્રણ કેબિનેટ સહિત સાત ખાતાં આપવાની હા પાડતાં ડીએમકેએ યુપીએ સરકારમાં સામેલ થવા આખરે તૈયારી બતાવી છે. કોંગ્રેસ કે ડીએમકેમાંથી કોઈએ સમજૂતીની શરતો જાહેર કરી નથી પણ વિશ્વસનીય સૂત્રોના દાવા પ્રમાણે ડીએમકેના વડા કરુણાનિધિના પુત્ર અઝહાગીરી, પૌત્ર દયાનિધિ મારન અને એ. રાજાને મનમોહનસિંહ સરકારમાં કેબિનેટ પ્રધાન બનાવાશે જ્યારે કરુણાનિધિનાં પુત્રી કોઝીમોનીને સ્વતંત્ર હવાલા સાથે રાજ્યકક્ષાનાં પ્રધાન બનાવાશે. ડીએમકેના અન્ય વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ શિપિંગ પ્રધાન ટી.આર. બાલુને લોકસભાનું નાયબ સ્પીકરપદ આપવા કોંગ્રેસ તૈયાર છે.

•ત્રણ કેબિનેટ, ચાર રાજ્યકક્ષાના પ્રધાનોને સમાવવાની કોંગ્રેસની ઓફર ડીએમકેએ સ્વીકારી લીધીડીએમકેના વરિષ્ઠ નેતા એરકોર્ટ વિરાસ્વામીએ આજે આ મુજબની માહિતી આપતાં જાહેરાત કરી હતી કે ડીએમકે-કોંગ્રેસ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે અને પ્રધાનોના નામ અંગે પક્ષના કરુણાનિધિ અંતિમ નિર્ણય લેશે. તેમણે કહ્યું હતું કે કેબિનેટમાં કોને સમાવવા તેમનાં નામોની સત્તાવાર જાહેરાત સોમવારે કરવામાં આવશે. ડીએમકેને ક્યાં ખાતાં અપાશે તેની જાહેરાત નથી કરાઈ પણ વિશ્વસનીય સૂત્રોના અહેવાલ પ્રમાણે રાજાને ઈન્ફર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશન, મારનને ટેક્સટાઈલ્સ અને અઝહાગીરીને કેમિકલ્સ તથા ર્ફિટલાઈઝર્સ મંત્રાલય મળશે જ્યારે કાઝીમોનીને મહિલા અને બાળ વિકાસનો સ્વતંત્ર હવાલો અપાશે.
સત્તાવાર સૂત્રોને ટાંકીને ટીવી ચેનલોએ જણાવ્યું છે કે ડીએમકે પક્ષના વડા કરુણાનિધિના પુત્ર એમ.કે. અઝહાગીરી, એ. રાજા અને દયાનિધિ મારન માટે ત્રણ કેબિનેટ ખાતાંઓ સ્વીકારવા માની જતા વિવાદનો અંત આવી ગયો છે. આ ઉપરાંત અન્ય ચાર ખાતાંઓ મામલે પણ સમજૂતી થઈ ગઈ છે. તમિળનાડુના મુખ્યમંત્રી એમ. કરુણાનિધિએ રવિવારે તેમના નિવાસસ્થાને પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે વ્યક્તિગત રીતે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી. આ બેઠકોના અંતે ખાતાંઓની ફાળવણી મામલે મડાગાંઠનો અંત આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ખાતાંઓની વહેંચણી મામલે ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે કેટલાક રાઉન્ડની બેઠક યોજાઈ છતાં બેઠકોની સફળતા મળી ન હતી. આખરે ડીએમકે દ્વારા ગુરુવારે રાત્રે જાહેરાત કરવામાં આવી હતી કે મનમોહનસિંહ સરકારને પક્ષ બહારથી ટેકો આપશે. મનમોહનસિંહે અન્ય ૧૯ પ્રધાનોની સાથે શુક્રવારે શપથ લીધા હતા. આ સપ્તાહમાં જ પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવનાર છે. મંગળવારે વિસ્તરણ કરવામાં આવે ત્યારે મોટી સંખ્યામાં પ્રધાનોને સામેલ કરવામાં આવશે. ડીએમકે દ્વારા ૯ ખાતાંની માગણી કરવામાં આવી હતી જ્યારે કોંગ્રેસે માત્ર ૭ ખાતાં આપવાની વાત કરી હતી. શિપિંગ, ભૂમિ પરિવહન અને પાવર જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખાતા ડીએમકેને આપવાની તરફેણમાં કોંગ્રેસ ન હતી. વડાપ્રધાને કેબિનેટમાં રાજુ અને બાલુના ચાલુ રહેવાના મામલે નારાજગી વ્યક્ત કરી હતી.
કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ ૩૨૨ બેઠકો નવી લોકસભામાં ધરાવે છે. ડીએમકે ૧૮ બેઠકો ધરાવે છે. નામ જાહેર નહીં કરવાની શરતે ડીએમકેના એક નેતાએ જણાવ્યું હતું કે અમારી માગણી ૯ ખાતાંની હતી પરંતુ કોંગ્રેસ આમાં બાંધછોડ કરી શકે છે.

કોંગ્રેસ-ડીએમકે ટાઈમલાઈન
૧૬મે : ડીએમકેએે લોકસભામાં ૨૮ બેઠકો જીતતાં ૨૦૬ બેઠકો જીતનાર કોંગ્રેસ પર દબાણ વધ્યું હતું.
૧૮ મે : આગળની વ્યૂહરચના વિચારવા ચેન્નાઈમાં ડીએમકેની કાર્યકારી બેઠક મળી
૧૯ મે : ડીએમકેના વડા અને મુખ્યપ્રધાન વધુ પ્રધાનપદ મેળવવા સોનિયા ગાંધીને મળ્યા
૨૧ મે : સોનિયા અને મનમોહનસિંહે ટીઆર બાલુ અને એ રાજાની ભ્રષ્ટ છબિ માટે વાંધાની ચર્ચા કરી
૨૧ મે : કોંગ્રેસે કેબિનેટમાં ત્રણ અને રાજ્યકક્ષાએ ચાર પ્રધાનપદ ઓફર કર્યા. ડીએમકેના કરુણાનિધિ, સ્ટાલિન, કનિમોલી અને મારન જેવા નેતાઓમાં ચર્ચા ચાલુ રહી
૨૧ મે : ડીએમકે- કોંગ્રેસ વચ્ચે પ્રધાનપદ મુદ્દે મડાગાંઠ સર્જાઈ એમ કરુણાનિધિ વાટાઘાટ પડતી મૂકી ચેન્નાઈ પાછા આવ્યા
૨૧મે : ડીએમકેએ ધાર્યા પ્રધાનપદો નહીં મળતાં બહારથી ટેકો આપવાની જાહેરાત કરી
૨૨મે : ડીએમકે સંસદીય પક્ષના નેતા ટી આર બાલુએ સોગંદવિધિ સમારંભમાં સાંસદો હાજર રહેશેની જાહેરાત કરી
૨૩ મે : કોંગ્રેસના ગુલામનબી આઝાદે જણાવ્યું કે ડીએમકેને ત્રણ કેબિનેટ અને ચાર રાજ્યકક્ષાનના પ્રધાનપદની ઓફર કરી છે
ચૂંટણીઓમાં કોંગ્રેસે ભારે બહુમતી મેળવ્યા પછી સરકાર રચવામાં તેને કોઈ દબાણ નહીં નડે તેવી માન્યતાને ખોટી પાડતાં દ્રવિડ મુન્નેત્ર કગઝમ પાર્ટીએ પોતાના ઉમેદવારોને કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનપદ માટે હઠાગ્રહ રાખીને સાત દિવસ સુધી મડાગાંઠ સર્જી હતી. તેનો ઘટનાક્રમ આ મુજબ છે.


કરૃણાનિધીઃ શરૃઆતમાં ૯ ખાતાં માગતા કરૃણાનિધી આખરે સાત ખાતાં સ્વીકારવા માટે રાજી થઈ ગયા છે.
અઝહાગીરીઃ કરૃણાનિધીના મોટા પુત્ર કેબિનેટ પ્રધાન બનશે, કેમિક્લસ-રસાયણિક ખાતર મંત્રાલય મળવાની શક્યતા.
દયાનિધી મારનઃ કરૃણાનિધીના ભત્રીજા મુરાસોલીના પુત્ર કેબિનેટ પ્રધાન બનશે, ટેક્સટાઈલ મંત્રાલય મળવાની શક્યતા.
કાઝીમોનીઃ કરૃણાનિધીને ત્રીજી પત્નિથી થયેલી પુત્રી રાજ્યકક્ષાનાં પ્રધાન બનશે પણ મહિલા-બાળ કલ્યાણનો સ્વતંત્ર હવાલો
એ. રાજાઃ કરૃણાનિધીના વિશ્વાસુ રાજા પણ કેબિનેટ પ્રધાન બનશે, આઈટી-કમ્યુનિકેશન મંત્રાલય મળશે
ટી.આર.બાલુ : બાલુ કેબિનેટમાં નહીં હોય પણ લોકસભાના ડેપ્યુટી સ્પીકર બને તેવી શક્યતા



More News From : National

■ પાટીલ-નટવર સહિત ૧૦૦ વીઆઈપીની સુરક્ષામાં કાપ મૂકાશે

■ એર ઈન્ડિયા જેટ એરવેઝે હાંકી કાઢેલા સ્ટાફની ભરતી કરશે

■ હવે મંગળવારે વિસ્તરણ નક્કી

■ કોંગ્રેસમાં પરિવારવાદની જ બોલબાલા

www.bsnlnewsbyashokhindocha.blogspot.com

0 comments:

Post a Comment