DD NEWS

.

ZEE NEWS

.

Thursday, May 21, 2009

Important-Gujarati news-Compulsary-Retirements to Judges-Inf. By ashok Hindocha(m-9426201999)

સત્તર જજને ફરજિયાત નિવૃત્તિ
અમદાવાદ, તા.૨૦

ગુજરાત હાઇકોર્ટે આજે બે પ્રિન્સિપાલ જજ, બે સેશન્સ જજ સહિત વિવિધ અદાલતોમાં ફરજ બજાવતા ૧૭ જજને તેમની નબળી કામગીરી સહિતની વિવિધ બાબતોને ધ્યાનમાં લઇ ‘જાહેર હિત’માં નિવૃત્તિની વય પહેલાં જ ફરજિયાત નિવૃત્ત કરી દેતા હૂકમ જાહેર કર્યો છે. ગુજરાતના ન્યાયતંત્રના ઇતિહાસમાં આ પ્રકારનો હૂકમ પ્રથમવાર થયો છે. હાઇકોર્ટે આ નિર્ણયની કાયદા વિભાગને વિધિવત્ જાણ કરી દીધી છે. ‘પ્રિમેચ્યોર રિટાયર’ કરાયેલાઓમાં કાયદા વિભાગના નાયબ સચિવનો પણ સમાવેશ થાય છે. આ હૂકમથી ન્યાયતંત્ર,વકીલ આલમમાં ખળભળાટ મચ્યો છે.

સ્ટેટ જ્યુડિશિયલ ર્સિવસીસ રૃલ્સ ૨૦૦૫ની કલમ ૨૧ હેઠળ ગુજરાત હાઈકોર્ટે ‘જાહેર હિત’ને ધ્યાનમાં લઈને ૧૭ જ્યુડિશિયલ ઓફિસરોને ફરજિયાત વહેલા નિવૃત્ત કરી દીધા છે. ગુજરાત હાઇકોર્ટે એક સપ્તાહ પહેલા લીધેલા આ નિર્ણય પર ગઇકાલે રાજ્યપાલે સહી કરતા આજે વકીલો અને જ્યુડિશિયલ ઓફિસરોને જાણ થઇ હતી. આ સંદર્ભમાં આજે દિવસભર વકીલઆલમમાં, વિવિધ કોર્ટ સંકુલોમાં ‘કોને કોને ફરજિયાત નિવૃત્ત કરાયા, કેમ કરાયા ?’ તેની ચર્ચા ચાલી હતી.

ફરજિયાત નિવૃત્ત કરાયેલા ભદ્ર કોર્ટના સેશન્સ જજ જે.ડી. વ્યાસના મોટા ભાઈ હાઈકોર્ટમાં જસ્ટિસ તરીકે ફરજ બજાવી ચૂકયા છે. અન્યોમાં ગાંધીનગરમાં સિનિયર સિવિલ જજ અને કાયદા વિભાગમાં ડેપ્યુટેશન પર ગયેલા નાયબ સચિવ એ. એ. શેખ, સીબીઆઈના એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ જે. એસ. વહીયા, નર્મદા અને પોરબંદરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિીકટ જજ, ત્રણ ફાસ્ટ ટ્રેક જજ, એક એડિશનલ ડિસ્ટ્રિકટ જજનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છેે, ગયા વર્ષે હાઈકોર્ટે જુદા જુદા આક્ષેપો હેઠળ ૧૦થી વધુ જજોને સસ્પેન્ડ કર્યા હતા. જેમાં ભદ્ર કોર્ટના એડિશનલ સેશન્સ જજ એન. એન. ઠાકોરનો સમાવેશ થાય છે. કાયદાકીય તજજ્ઞાોના મતે હાઈકોર્ટે ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ ટકી રહે તે માટે જરૃરી નિર્ણય લીધો છે.

કોને ફરજિયાત નિવૃત્ત કરાયા

જે. ડી. વ્યાસ
સેશન્સ જજ, અમદાવાદ

કે. એમ. ભૂત
પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ, નર્મદા

એ.એસ. રાણા
સેશન્સ જજ, અમદાવાદ

કે.સી. કેલ્લા
પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ, પોરબંદર

એમ.એસ. શેખ
એડિ. ડિસ્ટ્રિકટ જજ, સાબરકાંઠા

કે.કે. વૈશ્ય
પ્રીસાઈન્ડીંગ ઓફિસર, ફાસ્ટ ટ્રેક કોર્ટ જજ, અમરેલી

પી.પી. ચૌધરી
પ્રીસાઈન્ડીંગ ઓફિસર, ફાસ્ટ ટ્રેક કોર્ટ જજ, વડોદરા

એમ.જી. બારિયા
પ્રીસાઈન્ડીંગ ઓફિસર, ફાસ્ટ ટ્રેક કોર્ટ જજ, વેરાવળ

એ.એ. શેખ
કાયદા વિભાગના નાયબ સચિવ

સી.એસ. ગોર
પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ, અમરેલી

જે.એસ. વહિયા
એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ, સીબીઆઈ

એન.સી. શુક્લ
પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ, નવસારી

આર.કે. સરગાણી
મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ, અમદાવાદ

એમ. આર.ગોહેલ
ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ, નડીયાદ

આર.પી. મહેતા
પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ, વલસાડ

એન.સી. બારોટ
સ્મોલ કોર્ટસ જજ, સુરત

કે.કે. હઠીલા
જયુડિશિયલ મેજિસ્ટ્રેટ, ફસ્ટકલાસ, વડોદરા




More News From : Ahmedabad City

■ ભાજપના નબળા દેખાવ બદલ મંત્રીઓને મોદીનો સખત ઠપકો

■ ધો.૧૨ સામાન્યપ્રવાહનું પરિણામ વિક્રમજનક હશે

■ રાજ્યના કર્મચારીઓના ડીએના ૭પ૦ કરોડ મોદી સરકાર દોઢ વર્ષ વાપરશે

■ પટેલ આગેવાનો પુનઃ કેશુભાઈના શરણે

www.bsnlnewsbyashokhindocha.blogspot.com

0 comments:

Post a Comment