મંગળવારે કેબિનેટના વિસ્તરણની શક્યતા
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
નવી દિલ્હી, તા.૨૫
યુપીએના સાથી પક્ષ ડીએમકે સરકારમાં જોડાવવા માટે સંમત થઈ જતાં આવતીકાલે પ્રધાનમંડળનું વિસ્તરણ કરાય તેવી શક્યતા છે. ડીએમકેએ વડાપ્રધાનને તેમના પક્ષના ક્યા સાત સભ્યો કેબિનેટમાં જોડાશે તેની યાદી મોકલી આપી છે. આ યાદી જાહેર નથી કરાઈ પણ કરૃણાનિધીનાં પુત્રી કનિમોઝીનું નામ આ યાદીમાં નહીં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ડીએમકે સાત પ્રધાનપદને લઈને રાજીઃયંગ બ્રિગેડનો સમાવેશ થશે
આવતી કાલે યોજાનારી શપથવિધીમાં ૬૦ પ્રધાનો શપથ લે તેવી શક્યતા છે. દરમિયાનમાં ખાતાની ફાળવણીને લઈને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહનસિંહે આજે ચર્ચા કરી હતી. આ પહેલા વડાપ્રધાનની સાથે માત્ર ૧૯ પ્રધાનોએ શપથગ્રહણ કર્યા હતા જેમાંથી માત્ર છ પ્રધાનોને જ ખાતાની ફાળવણી કરવામાં આવી છે. સોનિયા ગાંધી અને વડાપ્રધાન વચ્ચેની બેઠક પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ કે નારાયણે વડાપ્રધાન સાથે બેઠક કરી હતી. ચેન્નાઈથી પરત ફરેલા નારાયણે પાછલા બે દિવસમાં ડીએમકેના વડા કરુણાનિધિની બે વખત મુલાકાત લીધી હતી.આવતીકાલના વિસ્તરણમાં યંગ બ્રિગેડનો પણ સમાવેશ થશે.
ચૂંટણી પરિણામ બાદ યુપીએના મહત્ત્વના પક્ષ એવા ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે પ્રધાનપદ બાબતે ડખો થતાં પ્રથમ તબક્કામાં માત્ર ૧૯ પ્રધાનોએ જ શપથગ્રહણ કર્યા હતા. ડીએમકેએ કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારને બહારથી ટેકો આપવાની ધમકી આપી હતી. એવું માનવામાં આવતું હતું કે, ડીએમકે નવ પ્રધાનપદ(પાંચ કેબિનેટ કક્ષાના અને ચાર રાજ્ય કક્ષાના પ્રધાન)ની માંગ કરી રહ્યું હતું, પરંતુ કોંગ્રેસ માત્ર સાત પ્રધાનપદ(ત્રણ કેબિનેટ અને ચાર રાજ્ય કક્ષાના પ્રધાન) ફાળવવા માટે સંમત હતું. આ બાદ બન્ને પક્ષો વચ્ચે થયેલી મંત્રણા બાદ ડીએમકેના કરુણાનિધિએ સાત પ્રધાનપદને લઈને પોતાની સંમતિ આપી દીધી હતી. આ સમજૂતી મુજબ આજે થનાર પ્રધાનમંડળના વિસ્તરણમાં ભાગ લેવા માટે કરુણાનિધિના મોટા પુત્ર અઝાગીરી દિલ્હી આવવા રવાના થયા હતા. અઝાગીરીને કેમિકલ અને ફર્ટીલાઈઝર, દયાનિધિ મારનને ટેક્ષટાઈલ, એ રાજાને આઈટી માટે પ્રધાન બનાવવામાં આવશે, જ્યારે ડીએમકેના રાજ્યસભાના સભ્ય અને કરુણાનિધિના પુત્રી કાનીમોઝીને મહિલા અને બાળ વિકાસના રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવશે. આજના વિસ્તરણને લઈને વાદળો સાફ થતાં સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહનસિંહે વિભાગોની ફાળવણીને લઈને બેઠક કરી હતી.
પ્રધાનમંડળમાં જેમને સ્થાન મળવાની શક્યતા છે તેમાં તૃણમૂલ કોંગે્રસ તરફથી દિનેશ ત્રિવેદી, સુદીપ બંધોપાધ્યાય, સુલ્તાન અહેમદ, કોંગ્રેસ તરફથી યંગ બ્રિગેડના મિલિંદ દેવરા, મનીષ તિવારી, મોતીલાલ વોરા, મલ્લિકાર્જુન ખર્ગે, માનિકા ટાગોરનો સમાવેશ થાય છે.
More News From : National
■ કેન્દ્રીય કેબિનેટ વિસ્તરણ વિલંબમાં : તૃણમૂલ કોંગ્રસેની માંગ વધી
■ પ.બંગાળમાં ‘ઐલા’ વાવાઝોડાનો આતંક, ૧૯ મોત
■ મુંબઈ એરપોર્ટ પર ધોળા દિવસે ૧૦૦ કિલો સોના-ચાંદીની લૂંટ
■ અફઝલ ગુરુની દયા અરજી પર વિચારણા કરાશે : ચિદમ્બરમ્
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
Tuesday, May 26, 2009
Subscribe to:
Post Comments (Atom)


0 comments:
Post a Comment