DD NEWS

.

ZEE NEWS

.

Thursday, May 21, 2009

Political Views & News-inf. by Ashok Hindocha(m-9426201999)-Gujarati-News

નવી કેબિનેટમાં ડીએમકેની ૭, તૃણમૂલ કોંગ્રેસની ૫ પ્રધાનોની માગણી

નવી દિલ્હી, તા. ૨૦
વડાપ્રધાનપદે મનમોહનસિંહની વરણી સાથે આજે સરકારની રચના માટે સલાહમસલતની પ્રક્રિયાએ વેગ પકડયો હતો. ડીએમકેએ કેબિનેટમાં સાત અને તૃણમૂલ કોંગ્રેસે પાંચ સભ્યોના સમાવેશની માગણી કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પ્રણવ મુખર્જી, ગુલામનબી આઝાદ અને અહેમદ પટેલ ખાતાંની ફાળવણીના મુદ્દે ચર્ચા કરવા ડીએમકેના વડા એમ. કરુણાનિધિને મળ્યા હતા. બીજી તરફ આ મુદ્દે ચર્ચા માટે તૃણમૂલ કોંગ્રેસનાં વડાં મમતા બેનર્જી અહેમદ પટેલને મળ્યાં હતાં.

•ચિદમ્બરમ્ને ગૃહ, એન્ટોનીને સંરક્ષણ પ્રધાન તરીકે યથાવત્ રખાય તેવી વકી•નાણાં મંત્રાલય માટે પ્રણવ મુખર્જી, મોન્ટેકસિંહના નામ ચર્ચામાં•પ્રણવ નાણાપ્રધાન બને તો વિદેશ મંત્રાલય કમલનાથને ફાળે જઇ શકે
ડીએમકે ૧૮ સાંસદો સાથે યુપીએમાં ત્રીજો સૌથી મોટો પક્ષ છે અને તેણે નવી સરકારની કેબિનેટમાં પોતાના સાત સાંસદોને પ્રધાનપદ માટે માગણી કરી છે. ડીએમકેમાંથી કેબિનેટમાં સ્થાન મેળવનારા સંભવિતોમાં એમ. કે. અઝાગીરી, દયાનિધિ મારન, કનીમોઝી અને એ. રાજાના નામ ચર્ચામાં છે.
પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓના ગઢમાં ગાબડું પાડનારી તૃણમૂલ કોંગ્રેસ કેબિનેટમાં બે અને રાજ્યકક્ષાના ત્રણ પ્રધાનો મેળવે તેવી તીવ્ર અટકળો છે. તૃણમૂલ કોંગ્રેસને રેલવે, કોલસો અને સ્ટીલ મંત્રાલય તેમ જ ગૃહ મંત્રાલયમાં રાજ્યકક્ષાનું પ્રધાનપદ મળે તેવી ચર્ચા છે.
દરમિયાન, નાણાં મંત્રાલય માટે પ્રણવ મુખર્જી અને મોન્ટેકસિંહ અહલુવાલિયાના નામ ચર્ચાઇ રહ્યા છે. મુખર્જી નાણાં મંત્રાલય સંભાળશે તો વિદેશ મંત્રાલય કમલનાથને ફાળે જઇ શકે છે. ગૃહપ્રધાન અને સંરક્ષણપ્રધાન તરીકે અનુક્રમે પી. ચિદમ્બરમ્ અને એ. કે. એન્ટોનીને જાળવી રખાય તેવી વકી છે. આયોજન પંચના નાયબ અધ્યક્ષ તરીકે જાણીતા અર્થશાસ્ત્રી સી. રંગરાજન્નું નામ ચર્ચામાં છે. કપિલ સિબ્બલ, મીરા કુમાર, સુશીલકુમાર શિંદે, શરદ પવાર અને પ્રફુલ પટેલ જેવા વર્તમાન પ્રધાનો નવી સરકારમાં જળવાઇ રહેવાની ધારણા છે.
પ્રધાનપદ માટેના કોંગી સંભવિતોમાં રાહુલ ગાંધી, મિલિંદ દેવરા, સચિન પાયલોટ, નવીન જિન્દાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને જિતિન પ્રસાદની યુવા બ્રિગેડ ઉપરાંત ભૂતપૂર્વ પ્રધાનો સલમાન ખુર્શીદ, સલીમ શેરવાની અને બેનીપ્રસાદ વર્માનો પણ સમાવેશ થાય છે.



More News From : National

■ દેશવાસીઓએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

■ વડાપ્રધાન-રાષ્ટ્રપતિની બેઠક રદ થઈ : મંત્રાલયોની ફાળવણી હજુ પણ બાકી

■ મનમોહન વડાપ્રધાન, 22મીએ શપથવિધી

■ આંદામાન સમુદ્ર પર ચોમાસાની જમાવટ
www.bsnlnewsbyashokhindocha(m-9426201999)

0 comments:

Post a Comment