અમિતાભે ઓસ્ટ્રેલિયન યુનિ.ની ડોક્ટરેટની માનદ પદવી ઠુકરાવી
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
નવી દિલ્હી, તા. ૩૦
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને એક ઓસ્ટ્રેલિયન યુનિર્વિસટી દ્વારા તેમને ઓફર કરાયેલી ડોક્ટરેટની માનદ પદવી ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર તાજેતરમાં થયેલા વંશીય હુમલાના વિરોધમાં ઠુકરાવી દીધી છે.
‘બિગ બી’એ મનોરંજનની દુનિયામાં આપેલા યોગદાન બદલ બ્રિસબેનની ક્વીન્સલેન્ડ યુનિર્વિસટી ઓફ ટેક્નોલોજીએ તેમને ડોક્ટરેટની પદવીથી નવાજવાનું નક્કી કર્યું હતું અને અભિનેતાએ યુનિર્વિસટીના આ નિર્ણયને અગાઉ સ્વીકાર્યો પણ હતો.
મારા દેશવાસીઓ પર હુમલા થતા હોય તે દેશ તરફથી સન્માન સ્વીકારવા અંતરાત્મા મંજૂરી આપતો નથી
જો કે અમિતાભને આ પદવી જુલાઇમાં યોજાનારા એક કાર્યક્રમમાં એનાયત થવાની હતી પરંતુ તેમણે પદવીનો અસ્વીકાર કરી ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા અંગે વિરોધ પ્રર્દિશત કર્યો છે.
“ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હિંસક હુમલાના સમાચાર હું ટેલિવિઝન પર આખો દિવસ ખૂબ જ વિસ્મય અને આઘાત સાથે જોઇ રહ્યો છું.” તેમ અમિતાભે તેમના બ્લોગ પર લખ્યું છે.
અલબત્ત, તેમણે ઉમેર્યું હતું કે, “પદવીનો અસ્વીકાર કરવા પાછળનો મારો હેતુ મને સન્માનિત કરવા ઇચ્છતી સંસ્થાનો અનાદર કરવાનો સહેજેય નથી પણ મારા દેશના નાગરિકો સાથે જ્યાં આવો અમાનવીય વ્યવહાર થતો હોય તે દેશની યુનિર્વિસટી તરફથી સન્માન સ્વીકારવાની મને મારો અંતરાત્મા મંજૂરી આપતો નથી.”
More News From : Bollywood News
■ મલ્ટિપ્લેક્સની મડાગાંઠ ૧૨ જૂન પહેલા ઉકેલાઈ જશે
■ ક્વીન્સલેન્ડ યુનિ. અમિતાભને ફરી માનદ ડોક્ટરેટ ઓફર કરશે
■ જ્હોન અબ્રાહમને પગમાં ફ્રેક્ચર થતાં મહિનાનો આરામ
■ ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પરના વંશીય હુમલાથી આમીર નારાજ
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
Subscribe to:
Post Comments (Atom)


0 comments:
Post a Comment