એસબીઆઇની કાર લોન સસ્તી થઈ
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
મુંબઈ, તા. ૨૭
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(એસબીઆઇ)એ શનિવારે જાહેરાત કરી છે કે તે ૧ જુલાઈથી ‘એસબીઆઈ ઈઝી’ નામથી કાર લોન યોજના શરૃ કરી રહી છે, જે મુજબ લોનના પ્રથમ વર્ષ માટે વ્યાજના દર ૮ ટકા રહેશે.
એસબીઆઇએ મુંબઈ ખાતેથી જારી કરેલી પ્રેસ વિજ્ઞાપ્તિ મુજબ કાર માટેની લોન પર પ્રથમ વર્ષે ૮ ટકાનું ફિક્સ વ્યાજ રહેશે. ત્યારપછીના બે વર્ષ દરમિયાન વ્યાજદર ૧૦ ટકા ફિક્સ રહેશે. મતલબ કે એસબીઆઇની રૃ. ૧ લાખની કારલોન પર ઈક્વેટેડ મંથલી ઈન્સ્ટોલમેન્ટ(ઈએમઆઇ) પ્રથમ વર્ષે રૃ. ૧૫૫૯ રહેશે. બીજા અને ત્રીજા વર્ષે ઈએમઆઈ રૃ. ૧૬૪૭ રહેશે.
•પ્રથમ વર્ષ માટે ૮ ટકા બીજા અને ત્રીજા વર્ષ માટે ૧૦ ટકા ફિક્સવ્યાજદર : ૧ જુલાઈથી અમલચોથા વર્ષથી કારલોનના જે દર લાગુ પડતા હશે તે રિસેટ કરવામાં આવશે. ચોથા વર્ષથી લોનના બાકીના સમયગાળા માટે બેન્કે નક્કી કરેલા વ્યાજદર લાગુ પડશે. એસબીઆઇના કારલોન પરના વ્યાજદર બેન્કના પ્રાઈમ લેન્ડિંગ રેટ(પીએલઆર) કરતાં ૦.૨૫-૦.૭૫ ટકા ઓછા છે. ૧ જુલાઈથી શરૃ થનારી ઈઝી કાર લોન સ્કીમ અંતર્ગત પ્રોસેસિંગ ફી પણ લેવાશે નહીં.
ઉલ્લેખનીય છે કે એસબીઆઇએ ગત ૨૩ ફેબ્રુઆરીએકારલોન પરના વ્યાજદર પ્રથમ વર્ષ માટે ૧૦ ટકા ફિક્સ રાખવાની જાહેરાત કરી હતી. આ યોજનાને ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. એસબીઆઈનો લોન રિપેમેન્ટનો ગાળો પણ ઘણો લાંબો સાત વર્ષનો છે અને તેમાં કોઈ જ ઈએમઆઈ એડવાન્સમાં આપવાનો રહેતો નથી. રૃ. ૪૦ લાખ સુધીની લોન પર તે મફત વીમાનું કવચ પણ આપે છે.
એક લાખની લોન પર કેટલો ઈએમઆઇ
વર્ષ ઈએમઆઇ વ્યાજદર
પ્રથમ રૃ. ૧૫૫૯ ૮ ટકા
બીજું રૃ. ૧૬૪૭ ૧૦ ટકા
ત્રીજું રૃ. ૧૬૪૭ ૧૦
More News From : National
■ બાબરી વિધ્વંસ પર લિબ્રાહન પંચે રિપોર્ટ સોંપ્યો
■ વધુ ચાર સાક્ષીઓએ કસાબને ઓળખી બતાવ્યો
■ આસામમાં ઉગ્રવાદીઓ દ્વારા 4 હિન્દીભાષીઓની હત્યા
■ ૧૦૦૦ કરોડની પ્રતિમાઓનો કેસ,માયાવતીને સુપ્રીમની નોટિસ
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
Subscribe to:
Post Comments (Atom)


0 comments:
Post a Comment