DD NEWS

.

ZEE NEWS

.

Wednesday, July 15, 2009

Air India"s loss up to 5000 Caror Approx.-inf. by ashok Hindocha (M-9426201999)


એર-ઈન્ડિયાને ૫૦૦૦ કરોડના નુકસાનનો અંદાજ
www.bsnlnewsbyashokhindocha.blogspot.com



નવી દિલ્હી, તા. ૧૪
યાત્રીઓની સતત ઘટતી સંખ્યા અને વિમાનના બળતણના વધી ગયેલા ભાવના કારણે સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયા ૨૦૦૮-૦૯ના વર્ષમાં ૫૦૦૦ કરોડનું નુકસાન ભોગવે તેવો અંદાજ હોવાનું સરકારે મંગળવારે જણાવ્યું હતું.
નાગરિક ઉડ્ડયન પ્રધાન પ્રફુલ્લ પટેલે આ અંગે મંગળવારે લોકસભામાં લેખિતમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે નુકસાન મોટે ભાગે વિમાનોના દરેક ઉડ્ડયનમાં થતી ખોટના કારણે થઈ રહ્યું છે. તેના માટે વૈશ્વિક મંદીના કારણે યાત્રીઓની સંખ્યામાં થયેલો ભારે ઘટાડો અને ગયા વર્ષે વધી ગયેલા બળતણના ભાવો જવાબદાર છે. નવા વિમાનોનું ર્સિવસીંગ પણ તેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

•ઉડ્ડયનના સમય બદલવા, અન્ય કંપનીઓ સાથે નેટવર્ક અને બળતણમાં કરકસરથી નુકસાન ઘટાડાશેપ્રફુલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે nacil દ્વારા આ ખોટ ઘટાડવા માટે અન્ય કંપનીઓ સાથે સંકળાવું, નેટવર્કનું નવેસરથી ગઠન કરવું, નવી યાત્રીસંખ્યા અનુસાર ઉડ્ડયનોના સમયપત્રકો નવેસરથી બનાવવા, બળતણમાં કરકસરનાં પગલાં અને સંકળાયેલા વેપારીઓ પાસેથી વધુ લાંબી ઉધારી મેળવવા જેવા પગલાં સુચવવામાં આવ્યાં છે.
બીજી બાજુ નવી ભરતી અને જાહેરાતો પણ અટકાવી દેવાઈ છે. કર્મચારીઓને લોન આપવાના નિયમો નવેસરથી બનાવીને અમલમાં મુકાયા છે. કર્મચારીઓને ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરવા ભલામણ કરવામાં આવી છે.
એક પ્રશ્નના જવાબમાં પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે અન્ય કંપનીઓ સાથે હરીફાઈમાં ટકી રહેવા લાંબા સમયથી એર ઈન્ડિયાએ ભાડાં વધાર્યા નહોતાં. પરંતુ બળતણના ભાવ અસહ્ય બનતાં તાજેતરમાં ફ્યુઅલ સરચાર્જ વધધારવાની ફરજ પડી હતી.



More News From : National

■ હરેન પંડ્યા હત્યાકાંડમાં નરેન્દ્ર મોદીની પુછપરછ નહીં : સુપ્રીમ

■ છોટા શકીલની મહિલા ગેંગસ્ટર મુંબઈમાં ઝડપાઈ

■ મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન ઠપ

■ ગ્રાહકોને બે દિવસમાં જ સિલિન્ડર આપવો પડશે
www.bsnlnewsbyashokhindocha.blogspot.com

0 comments:

Post a Comment