
ફ્રાન્સની રાષ્ટ્રીય પરેડમાં વડાપ્રધાનનું અદ્વિતીય સન્માન
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
પેરિસ, તા. ૧૪
ભારતને અદ્વિતીય સન્માનરૃપે વડાપ્રધાન મનમોહનસિંહને ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણી માટેની ભવ્ય પરેડમાં માનદ મુખ્ય મહેમાનપદ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પેરિસમાં યોજાયેલી ભવ્ય પરેડમાં ભારતીય સૈનિકોને પણ ભાગ લેવાનું સન્માન આપવામાં આવ્યું હતું અને પરેડમાં ભારતીય ગીત સારે જહાં સે અચ્છા... વગાડવામાં આવ્યું હતું. વડાપ્રધાને તેને ફ્રાન્સની મૈત્રી અને ભાગીદારીનું પ્રતીક ગણાવ્યું હતું.
View Photos
મનમોહનસિંહ આ સન્માન મેળવનાર સૌપ્રથમ ભારતીય છે. ફ્રાન્સનું આ પગલું બંને દેશો વચ્ચેની મૈત્રી ગાઢ બનાવવા અને લશ્કરી સબંધો અને વ્યૂહાત્કમક ભાગીદારી સુદૃઢ બનાવવાનું પ્રતીક છે.ફ્રાન્સ તરફથી બીજું સૌથી મોટું સન્માન ભારતીય જવાનોને પરેડની આગેવાની આપીને કરવામાં આવ્યું હતું. ૪૦૦ ભારતીય જવાનોએ સારે જહાં સે..... અને કદમ કદમ બઢાયે જા... જેવાં ગીતોની ધૂન ઉપર પોતાના રેજિમેન્ટલ ગણવેશમાં પરેડની આગેવાની કરી હતી.
•૪૦૦ ભારતીય જવાનોએ સારે જહાંસે..ની ધૂન સાથે પરેડની આગેવાની લીધીપરેડના સમાપન પછીના ઉદ્બોધનમાં વડાપ્રધાને કહ્યું હતું, આ ભવ્ય પરેડ આ મહાન દેશની શક્તિનું પ્રતીક છે. આ પ્રસંગે ભારતીય લશ્કરની ત્રણેય પાંખના જવાનોને આગેવાની સોંપવામાં આવી તે ભારતનું સન્માન છે. પરેડ કડક સલામતીમાં યોજાઈ હતી, તેમાં ફ્રાન્સના પ્રમુખ સર્કોઝી, તેમની પત્ની કાર્લા બ્રૂની અને ટોચના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
બેસિલે ડે કહેવાતા ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસે ચેમ્પ્સ એલીસીઝ કહેવાતા ૧.૫ કિ.મી. લાંબા પરેડમાર્ગ ઉપર ભારતીય જવાનોની આગેવાનીને કારણે પરેડ ભારતની સ્વતંત્રતા દિન પરેડ જેવી જ દેખાતી હતી. સૌથી આગળ મરાઠા રેજિમેન્ટના જવાનો હતા. ૯૦ સભ્યોનું બેન્ડ ભારતીય ગીતની ધૂન વગાડી રહ્યું હતું. ફ્રેન્ચ સૈનિકો પણ એ ધૂન ઉપર પરેડ કરી રહ્યા હતા. ભારતીય લશ્કરના બેન્ડે ભોપાલ, હંસતે લુસાઈ અને વીર સિપાહીની ધૂન વગાડી હતી, નૌકાદળે જય ભારતી અને આઈએનએસ વિક્રાંતની ધૂનો વગાડી હતી. આ પ્રસંગે બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટીશ ભારતીય સૈન્યની ફ્રાન્સના સૈન્ય સાથેની ભાગીદારીને યાદ કરવામાં આવી હતી.
ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસને બેસિલે દિન એટલા માટે કહેવાય છે કે ફ્રેન્ચ ક્રાંતિ વખતે આજના દિવસે નાગરિકોએ બેસિલેની જેલ ઉપર હુમલો કરી કેદીઓને આઝાદ કરાવ્યા હતા. આ જેલ ફ્રાન્સના રાજા લુઈસ ૧૬માની સત્તાનું પ્રતીક હતી. હુમલા વખતે જેલમાં માત્ર સાત કેદીઓ હતા, પરંતુ એ બળવાનું રાષ્ટ્રીય પ્રતીક બની ગઈ હતી.
More News From : World
■ ભારત-ચીનની સ્પર્ધા કરી શકે તેવું શિક્ષણ તંત્ર અમેરિકામાં બનશે : ઓબામા
■ હિલેરી ભારત યાત્રા દરમિયાન પાકિસ્તાન નહીં જાય
■ હાફીઝ સઈદની મુક્તિ સામેની અરજી પાછી ખેંચાશે
■ હિલેરીની પોલિસીથી ભારતના આશરે રૃ. ૧૭૫ કરોડ બચ્યા


0 comments:
Post a Comment