DD NEWS

.

ZEE NEWS

.

Saturday, July 4, 2009

Railway TATKAL Booking Inf. by Ashok Hindocha (M-94262019990


તત્કાલ બુકિંગ હવે બે દિવસ પહેલા થઈ શકશે : ચાર્જ રૂ. ૧૦૦
www.bsnlnewwbyashokhindocha.blogspot.com

નવી દિલ્હી, તા. ૩
રેલવેમંત્રી મમતા બેનરજીએ તત્કાલ બુકિંગના દર રૂ. ૧૫૦થી ઘટાડીને રૂ. ૧૦૦ કરી દેવાની જાહેરાત કરી છે. તત્કાલ ચાર્જ વાસ્તવિક ભાડાંના નિશ્ચિત ટકાના દરે લેવાશે. અન્ય મહત્ત્વની બાબત એ છે કે અત્યાર સુધી તત્કાલમાં પાંચ દિવસ પહેલા બુકિંગ કરાવી લેવું પડતું હતું, જે હવે માત્ર બે દિવસ પહેલા જ કરાવવાનું રહેશે.
અગાઉ રેલવે અધિકારીઓએ એવી વાત વહેતી મૂકી હતી કે મમતા બેનરજી પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવની આ તત્કાલ યોજનાને રદ કરી દેશે. જોકે મમતાએ તેમ કર્યું નથી. છેલ્લાં ત્રણ વર્ષમાં તત્કાલ ટિકિટ યોજના અંતર્ગત રૂ. ૧૦૦૦ કરોડની કમાણી રેલવેને થઈ છે. જોકે મમતાએ યોજના ચાલુ રાખવાની સાથે તેના દર રૂ. ૧૫૦થી ઘટાડીને રૂ. ૧૦૦ કરી નાખ્યા છે. આ ઉપરાંત મુસાફરીના ૪૮ કલાક પહેલા તત્કાલમાં બુકિંગ કરાવી શકાશે. આજે પાંચ દિવસનો સમયગાળો બહુ વધારે કહેવાય, જેને ધ્યાનમાં લઈને આ ગાળો ઘટાડી દેવાયો છે.

•-મમતાએ લાલુની તગડી આવક કરાવતી યોજના આગળ ધપાવીઅગાઉનાં વર્ષોમાં જે લોકો માટે મુસાફરી અનિવાર્ય હોય તેમને વધુ પૈસા આપીને ટિકિટ આપી દેવામાં આવતી હતી. લાલુ યાદવે તેને નવું પરિમાણ આપીને તત્કાલ ટિકિટ યોજના જાહેર કરી, જે રેલવે માટે તગડી આવક આપનારી સાબિત થઈ. તત્કાલ બર્થની માંગ સતત વધી રહી છે, જેને કારણે રેલવેની આવક પણ વધી રહી છે. આ યોજના અંતર્ગત ૨૦૦૮-૦૯માં રેલવેને રૂ. ૫૦૦ કરોડની આવક થઈ હતી. ૨૦૦૭-૦૮માં રૂ. ૩૫૦ કરોડની આવક થઈ હતી.



More News From : National

■ શોપિયા બળાત્કાર-હત્યાકાંડ : મૃતદેહો બહાર કાઢવા હાઈકોર્ટનો આદેશ

■ મમતા મન મૂકીને વરસી, ભાડાં યથાવત

■ મમતા મેજીક : રેલવે બજેટ-2009

■ અમદાવાદ-મુંબઈ વચ્ચે ડયૂરોન્ટો નોન-સ્ટોપ ટ્રેન દોડશે

www.bsnlnewsbyashokhindocha.blogspot.com

0 comments:

Post a Comment