
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
Breaking News ભારતે નંબર-વન બનાવવા લક્ષ્યાંક : યુવરાજ | ટેનિસ સ્ટાર નવરાતિલોવાએ ‘ગર્લફ્રેન્ડ’ સાથે સગાઇ કરી | દેશમાં ખાંડની ઉપલબ્ધતા અંગે પવાર ખોટી રજૂઆત કરી રહ્યા છે | બેક-અપ પાવર પાછળ વર્ષે રૂ. ૧.૩૦ લાખ કરોડનો ખર્ચ | જમ્મુ કાશ્મીરમાં ૬૦૦થી ૮૦૦ ત્રાસવાદીઓ સક્રિય |
મોટા ભ્રષ્ટાચારીઓની પાછળ પડવા વડાપ્રધાનનો આદેશ
નવી દિલ્હી,તા. ૨૬
મોટા ભ્રષ્ટાચારીઓની પાછળ પડી જવા આજે વડાપ્રધાન મનમોહનસિંહે સીબીઆઇ અને ભ્રષ્ટાચારી વિરોધી અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો હતો. નાના કેસોમાં જ કાર્યવાહી કરવામાં આવે છે મોટી માછલીઓ આબાદ રીતે છટકી જાય છે તેવી માન્યતાને હવે બદલવાની જરૃર છે. ભ્રષ્ટાચારીઓ સામે કઠોર પગલાં લેવા સિંહે તમામ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
નાના કેસોમાં જ સજા થાય છે મોટી માછલીઓ આબાદ છટકી જાય છે તેવી માન્યતાને બદલવાની જરૃર
સીબીઆઇ, વિજિલન્સ સંસ્થાઓ અને રાજ્યના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોના અધિકારીઓની બે દિવસીય પરિષદનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, લોકોની માન્યતાને બદલવાનો સમય આવી ગયો છે. સિંહે ઉમેર્યું હતું કે નાના કેસોમાં ઝડપથી કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ મોટા ભ્રષ્ટાચારીઓ સજામાંથી બચી જાય છે. સરકારે હાલમાં ૭૧ નવી સીબીઆઇ કોર્ટની રચના કરવાનો નિર્ણય કર્યો છે. મોડલ કોર્ટ તરીકે આ કોર્ટ કામગારી કરે તેવી સરકારને આશા છે. આ કોર્ટ દરરોજ કાર્યવાહી ચલાવશે અને બિનજરૃરી મોકૂફીને ટાળશે.
સિંહે કહ્યું હતું કે, ઉચ્ચ સ્તરે રહેલા અધિકારીઓના ગેરરીતિના મામલામાં ઝડપી, નિષ્પક્ષ અને પારદર્શક કાર્યવાહી થવી જોઇએ. સરકાર આને મુખ્ય પ્રાથમિકતા તરીકે ગણે છે. કોઇની પણ તરફેણ કર્યા વગર અને કોઇના પણ ભય વગર આ કોર્ટ કાર્યવાહી કરે તેમ દેશના લોકો ઇચ્છે છે.
ભૂતકાળમાં અનેક વખત સીબીઆઇની કામગારી સામે લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેની કામગીરીને વધુ અસરકારક બનાવવા વડાપ્રધાને સીબીઆઇને પણ અનુરોધ કર્યો હતો. તપાસની પ્રક્રિયા ઝડપથી આગળ વધે તેની ખાતરી કરવા તેમણે તપાસ સંસ્થાઓને અપીલ કરી હતી. ટ્રાયલ અને ચુકાદા કેસોમાં ઝડપથી આવવા જોઇએ. ટ્રાયલની પ્રક્રિયા બે વર્ષમાં પૂર્ણ થવી જોઇએ જેથી ગુનેગારને ત્રણ વર્ષની અંદર જ સજા કરી શકાય.
■ “પોખરણમાં કરાયેલુ હાઈડ્રોજન બોમ્બ પરિક્ષણ સંપૂર્ણ સફળ ન હતુ”
■ ભારતના ભાગલા મુદ્દે અડવાણી-જસવંત સિંહ નેહરુને બદનામ ન કરે : મુખર્જી
■ દર્દીઓની અશ્લિલ સિડી બનાવનાર ડૉક્ટર ઝડપાયો
■ દેશમાં સ્વાઈન ફ્લૂનો આતંક યથાવત, કુલ મૃતાંક 87
■ એક વાર સંભોગ કરવાથી સ્ત્રી પ્રેગ્નન્ટ થઇ શકે ?
■ ફરાહ, હું ડુક્કર નથી : મનોજ કુમાર
■ અમેરિકામાં સ્વાઈન ફલૂથી ૯૦૦૦૦નાં મોતની શક્યતા
■ સલમાન ખાનની દાદીનું નિધન
■ એક વાર સંભોગ કરવાથી સ્ત્રી પ્રેગ્નન્ટ થઇ શકે ?
■ જન્મ-સમયને આધારે જાણો તમારું વ્યક્તિત્વ
■ મનુષ્યના કેશ એની જીવનયાત્રાનો નકશો છતો કરે છે
■ સુખ અને સમૃદ્ધિ માટેના કેટલાક જ્યોતિષીય નુસખા
■ એક વાર સંભોગ કરવાથી સ્ત્રી પ્રેગ્નન્ટ થઇ શકે ?
■ ગણેશના આકારનો દુર્લભ હીરો
■ મુસ્લિમ કોણ છે ? મતબેન્ક, ત્રાસવાદી ગેન્ગ કે તકલીફોમાં તરફડતો સમાજ
■ શેરોમાં સુધારો વધુ તીવ્રતાથી આગળ વધશે
■ મનુષ્યના કેશ એની જીવનયાત્રાનો નકશો છતો કરે છે
■ નંબર ૧૩ થી ડરો નહીં, સારું ફળ પણ આપશે


0 comments:
Post a Comment