http://ashokhindocha.blogspot.com M-09426254999
જીંદગી એક સફર હૈ સુહાના
જીંદગી એક સફર હૈ સુહાના-
સુખી કે દુખી સંસારની , કોઈ તૈયાર ફૉર્મ્યુલા નથી. એ તો હર પળે બદલાતી ફોર્મુલા છે. થોડો પ્રેમ એને સુખી બનાવી શકે છે અને થોડી શંકા એને બગાડી પણ શકે છે. તો પછી, આજે એમાં થોડુ પ્રેમ રસાયણ શા માટે ન ઉમેરવુ ? જો તમે પ્રેમાળ પતિ હો તો – એમ કરવામાં કોઇ ચાન્સ ્ચુકશો નહીં અને શરૂઆત તમે તમારી હનીથી જ કરજો.
તમારી પત્નીની રસોઈ ફાઇવ સ્ટાર રેસ્ટોરન્ટ કરતા સુપર્બ છે તેવા ખોટા વખાણ કરતા રહેવા અને તમને મન ભાવતા ભોજન નો એડ્વાન્સ રેઇન ચેક લેતા રહેવો . અને વાત મા મોણ નાખી કહેવુ જો ઓલ ટાઇમ કિચન ક્વીન નો એવોર્ડ આપવા નો હોય તો તનેજ મળે. તમે એના ડ્રેસ સેન્સની પ્રેમભરી નોંધ ક્યારેય લીધી છે ખરી ? એની ટેક કેરની, તમારા સાસરીયાની પ્રશંસા કરી છે ખરી ? તમે ઘણી વાર એના ઉપર લાલ પીળા થૈ ગયા હશો, રીસાઇ ગયા હશો, પણ વિક એન્ડમા એની સાથે બેસીને ઝરણા જેમ ખળખળાટ હસજો. ચાલતી ગાડીમાં રાખેલુ GPS પણ તમને મીસ ગાઇડ કરે , ગાધર્વ ગાડીમાં પણ હના હની વચ્ચે ચકમક થઈ જાય, પણ આપણે કાંઈ GPS નથી. ડાઇરેકશન વગર સંસારની સફર કરી ન શકીએ. તો, આજે તમે હની સાથે હસવાનું ચૂકશો નહી .
પતિ-પત્ની બન્ને જોબ કરતા હોય ત્યારે એમને એકબીજાના સાથ સહકારની ઘણી જરૂર હોય છે. તમે રામ અને રામા નો ડબલ રોલ કરો અને તમારી પત્ની એની સહેજે નોંધ ન લે ત્યારે તમને કેવું લાગે છે ? એવી જ રીતે તમારી પત્ની કુકીંગ કરે, લોન્ડરી કરે , હાઉસ ક્લીંન-અપ કરે અને તમે ધુતરા્સ્ટ બની જોતા રહો એ કેવું લાગે ? તમે હના કે હની ગમે તે હો, કલાક ના દસ ડોલર ભલે કમાતા હોવ પણ જ્યારે તમારુ બાળક તમારા હાથમા વીસ ડોલર મુકી ને કહે અમને બે કલાક વહાલ કરો, અમારી સાથે રમો, તમે અમને તેડીને ફરો, અમારી સાથે હોર્સ -હોર્સ રમો . તમે આવુ સાંભળી નવાઇ ન પામશો , કારણ કે બાળકને સમજવાનુ કે સમજાવાનુ લેશન માતા જશોદા પાસેથી તમે લીધુજ નથી. પેટ એનીમલ પણ પોતાનાં બચ્ચાંને તે આડુંઅવળું થાય કે ભૂલ કરે ત્યારે ટોકે છે. આ વસ્તુ કુદરતી છે અને બાળકના વિકાસ માટે અમુક અંશે જરૂરી પણ છે; પરંતુ બાળક ભૂલ કરે ત્યારે ધમકાવવાનું કે ટોકવાનું જેટલું જરૂરી હોય છે એટલું જ તેને વહાલ કરવાનું પણ જરૂરી હોય છે.
તમે તમારા બાળકને ઠપકો આ્પી ઠપકાર્યા હશે, પણ તેને શાબાશી આપી છે ખરી ? તમે એને કહ્યું હશે કે ‘ આજે ય સ્કુલે લેઇટ થ ઇ ગયો ? ટાઇમ સર કોઇ કામ ક્યા થાય છે.(જાણે તમે ઘડી બાબુ નો અવતાર હોવ !)
‘ બુકને કવર ચડાવતાં નથી આવડતું ? પુસ્તક કે નોટબુક ને સ્ટિચ કરતા નથી આવડતું ? તારું થશે શું ?’
‘ ફુટ લોન્ગ સેન્ડવીચ ખાય છે પણ એક ઇંચ તારી અક્કલ વધી નથી !’
તમારે સમજવું જોઈએ કે તમારું બાળક તમારાં આવાં સર્ટીફીકેટની ઝંખના નથી રાખતું. તમને ન ગમતા કામો સિવાયનાં બીજાં કામો પણ એણે કર્યાં હોય છે અને એ માટે તમારી પાસેથી ગુડ જોબ ડન જેવા બે શબ્દો એ ઝંખે છે. અને એપ્રિશેશનના એ બે શબ્દો માટે એનો આઇ બોલ તમારા ઉપર જ ફરતો હશે – એ પાંચ વર્ષનો હશે કે પાંત્રીસ વર્ષનો, એની નજર તમારા ઉપર જ મંડાઈ રહી હશે.તો ,એને સારું કામ કરવા બદલ પ્રોત્સાહનના બે શબ્દો જરૂર કહેજો. જે પણ રીતે એના તરફનું ઋણ અદા થઈ શકે તેમ હોય એ અદા કરવાનું આજે ચૂકશો નહીં. એટલા અંશે તમે જરૂર હળવા થઈ જશો.
છેલ્લે, તમે તમારા હરિ વાલા સાથે નિરાંતે ક્યારેય બેઠક કરી છે ? માણસ ઘણી વ્યક્તિઓ સાથે સંપર્ક રાખે છે, ઘણા નવા સંબંધો બાંધે છે, પણ પોતાના ઉપરવાળા સાથેના સંબંધો કાયમ મીઠા રાખવાનું કામ ભાગ્યે જ કરે છે. આપણી એક જૂની કહેવત છે કે સાચો સગો શ્રીનાથજી. અને કહેવતમાં બહુ મોટું સત્ય રહેલું હોય છે. નાનાંમોટાં સુખદુઃખમાં, સારા-માઠા પ્રસંગોમાં જો સૌથી વધારે કોઈ મદદરૂપ હોય, સૌથી વધા રે નજીક કોઈ હોય તો એ ઉપરવાળો હોય છે. એની સાથેના મીઠા સંબંધો માણસના જીવનને હરિયાળું રાખે છે. આપણુ હિન્દુ શાસ્ત્ર કહે છે કે, ‘તારી જાત ઉપર તું જેવો પ્રેમ રાખે છે એવો જ પ્રેમ તારા તારણ હાર સાથે રાખ.’
નાના નાના સુખોથી જ સુખનો સાગર છલકે છે. તમે તમારા બિઝિ શેડ્યુલને લીધે તમારા મિત્રોને ઘણા વખતથી યાદ કરી શક્યા નથી. તો આજે થોડીક ક્ષણો મિત્રોને યાદ કરવા ખર્ચી નાખો. આજે તમે કોઈક પ્રિય મિત્રને ઈ-મેઇલ કરી નાખો. કોઈક મિત્રને ફોનકોલ કરી નાખો. કોઈક ખાસ મિત્રને ખાસ યાદ કરીને સંપર્ક કરો. અનુભવ કહે છે કે માણસને માતા, પિતા, ભાઈ, બહેન એ તો કુદરતી રીતે જ મળે છે, પણ આ સંસારમાં સાચામિત્રો તો નસીબદારને જ મળે છે. જીવમાત્રમાં સ્વાર્થ રહેલો છે. દરેક વ્યક્તિને એના જીવનમાં સ્વાર્થી મિત્રો અને લુચ્ચા મિત્રો ભેટી જાય છે. બે મિત્રો વચ્ચે હરીફાઈ પણ હોઈ શકે છે, પરંતુ હંમેશાં એવું જ નથી બનતું. સંસારમાં , જિગરજાન દોસ્ત પણ મળી શકે છે. અને એવા કોઈ મિત્રો તમારે હોય, કોઈ બાળપણના નિઃસ્વાર્થ ગોઠિયાઓ હોય, તો એ મિત્રતાનુ પવિત્ર ઝરણુ વહેતુ રાખવા માટે, કામની ધમાલ વચ્ચેથી, સંસારના ઘોંઘાટ વચ્ચેથી થોડીક પળો કાઢીને મિત્રને ફોન કરી લેજો. એની સાથેની કેટલીક જુની વાતોથી તમને ઘણો આનંદ મળી શકશે. બચપણમાં દોસ્તી હતી એવી નિર્દોષ દોસ્તીની તાજગી તમે માણી શકશો. સુખી થવા માટે તમે તમારી સાથે કામ કરતા સાથીદારોને એમની કોઈ વિશિષ્ટતા બદલ આજે ખાસ બિરદાવજો. એમની કોઈક ખાસ વિશિષ્ટતાની નોંધ લેવાયાથી એમના આનંદ અને ઉત્સાહમાં વધારો થશે જે છેવટે તમારા સંબંધોમાં ઉષ્મા લાવશે. ભૂતકાળમાં થયેલી કોઈક ભૂલને પણ કદાચ આ રીતે સુધારી શકાશે.
અહીં આપણે એ સમજવાનું જરૂરી છે કે આપણા સુખનો આધાર માત્ર શરીર ક્ષેત્ર સાથે જ નથી. આપણા સુખનો આધાર પત્ની, પુત્ર, પુત્રી, માતા, પિતા, ભાઈ, બહેન, પાડોશી, મિત્ર, સાથીદારો વગેરે ઘણીબધી વ્યક્તિઓ સાથેના સંબંધ-વ્યવહાર ઉપર રહેલો છે. કોઈ પણ સંબંધમાં તણાવ પેદા થાય એટલે અવ્યવસ્થિત થઈ જાય છે, એમાં ખલેલ પહોંચે જ છે અને ચિત્રનું સૌંદર્ય નાશ પામે છે. પરંતુ હરપળે દોરાઈ રહેલા આ ચિત્રમાં તમે કેટલીક નાનકડી રેખાઓ ઉમેરીને સમગ્ર ચિત્રને સુંદર બનાવી શકો છો. અને એમ કરવા માટે તમે થોડો પ્રેમ તમારી પોતાની જાત સાથે અને તમારાં સ્વજનો સાથે જરૂર કરી લેજો. આ ટાણું ચૂકશો નહીં.
http://ashokhindocha.blogspot.com M-09426254999
Subscribe to:
Post Comments (Atom)



0 comments:
Post a Comment