Google+ Followers

Latest News inf. By Ashok Hindocha

DD NEWS

.

ZEE NEWS

.

Tuesday, June 18, 2013

ઝારખંડ ખનીજનો ભંડાર : પરિમલ નથવાણી..... | Main News | Akilanews.com-inf. By Ashok Hindocha M-94262 54999

ઝારખંડ ખનીજનો ભંડાર : પરિમલ નથવાણી..... | Main News | Akilanews.com
ઝારખંડ ખનીજનો ભંડાર : પરિમલ નથવાણી
શક્‍તિશાળી ગુજરાતી પરિમલભાઇ ઝારખંડ સાથે લાગણીના બંધને બંધાયા : આ ભૂમિનું ઋણ ચુકવવા નિરંતર સક્રિય * ઝારખંડથી રાજ્‍યસભામાં ગયેલા પરિમલભાઇએ ‘ઝારખંડ : મેરી કર્મભૂમિ' ગ્રંથ પ્રકાશિત કર્યો * ઝારખંડ ખનીજ સંપત્તિના આધારે નિયાભરમાં
                                    શ્રી પરિમલભાઇ નથવાણીના સહયોગથી ઝારખંડમાં થયેલા અને થતાં વિકાસકાર્યોની ઝલક.
                                    રાજકોટ તા. ૭ : સંઘર્ષના પગથિયાં ચઢીને સિધ્‍ધિના સિંહાસને બિરાજતા ગરવા ગુજરાતી પરિમલભાઇ નથવાણી રાજ્‍યસભામાં પણ પોતાની આગવી આભા અંકિત કરી છે. જે પ્રાંતમાંથી રાજ્‍યસભામાં પ્રવેશ કર્યો, એ પ્રાંત સાથે તેઓ રાજકીય નહિ - પણ લાગણીના બંધને બંધાયા છે. ઝારખંડના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવીને સાંસદ તરીકે પ્રેરકકાર્ય કર્યું છે, કરે છે. ઉદ્યોગ જગતમાં સફળતાના ડંકા વગાડયા બાદ પરિમલભાઇએ સેવાની દુનિયામાં પણ પ્રેરક શંખનાદ કર્યો છે.
                                    ‘ઝારખંડ : મેરી કર્મભૂમિ' સરવૈયારૂપે પરિમલભાઇએ ગ્રંથ પ્રકાશિત કર્યો છે. આ ગ્રંથમાં થયેલા અને થનારા સેવાકાર્યો - વિકાસકાર્યોને સચિત્ર - સરસ રીતે પ્રકાશિત કર્યા છે. આ ગ્રંથ અગિયાર અધ્‍યાયોમાં છવાયેલો છે.
                                    પ્રસ્‍તાવનામાં પરિમલભાઇ લખે છે કે, ઝારખંડની ભૂમિ ખનીજોનો ભંડાર છે, જે માત્ર દેશમાં જ નહિ - દુનિયાભરમાં છવાઇ જવા સક્ષમ છે. ‘ઝારખંડ મેરા સપના હૈ, ઝારખંડ મેરા અપના હૈ' આ સૂત્ર દર્શાવે છે કે, પરિમલ નથવાણી આ પ્રાંતના પ્રેમી બની ગયા છે.
                                    તેઓ કહે છે, રાજ્‍યસભા ચૂંટણી જીત્‍યા બાદ મેં આપેલા વચન પ્રમાણે ઝારખંડ સાથે આત્‍મીયતાનો નાતો જોડયો છે અને રાંચીમાં કાર્યાલય શરૂ કર્યું છે. ઝારખંડ માટે હું ‘બહારનો માણસ' હતો છતાં મને તક આપીને રાજ્‍યસભામાં મોકલ્‍યો છે. મારા મનમાં એ જરૂર હતું કે, ચૂંટણી જીતીશ તો સાંસદની ગ્રાન્‍ટમાંથી તો વિકાસકાર્યો કરીશ જ, પરંતુ મારા અંગત ફંડ તથા મારી કંપની રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના સહયોગથી કંઇક વિશેષ કાર્ય કરીશ.
                                    શ્રી નથવાણી કહે છે કે, ઝારખંડ પ્રાંતના અંતરિયાળ પ્રવાસ દરમિયાન લોકોની મૂળભૂત સુવિધાનો અભાવ નજર સામે આવ્‍યો. શાળાના એક રૂમમાં ત્રણ સ્‍ટાન્‍ડર્ડના છાત્રો બેસતા જોયા. વીજળી, માર્ગો, સ્‍વાસ્‍થ્‍ય સેવા, મોબાઇલ નેટવર્કના ઠેકાણા ન હતા.
                                    નવેમ્‍બર ૨૦૦૦માં ઝારખંડની રચનાને ૧૨ વર્ષ થયા હતા. રાજ્‍ય માટે ૧૨ વર્ષની વય મોટી ન ગણાય. અલગ ઝારખંડની કલ્‍પના સાકાર કરવામાં શિબૂ સોરેન, એન.ઇ.હોરો, જયપાલસિંહ જેવા દિગ્‍ગજ નેતાઓએ ખૂબ મહેનત કરી હતી. ઝારખંડ ખનીજ સંપત્તિથી સમૃધ્‍ધ છે, પણ આર્થિક વિકાસ ઓછો છે. ખનીજ તેલના મુદ્દે સાઉદી અરબની દુનિયાભરમાં બોલબાલા છે. ઝારખંડ ભૂમિ ખનીજનો ભંડાર છે. આ ભંડાર થકી ઝારખંડ માત્ર દેશમાં જ નહિ, દુનિયાભરમાં છવાઇ જવા સક્ષમ છે.
                                    શ્રી નથવાણી કહે છે કે, મારા કાર્યોમાં ઝારખંડનું હિત સર્વોપરી છે. સાંસદની ગ્રાન્‍ટ ઉપરાંત મારા ખુદના અને કંપનીના ફંડમાંથી ૨.૫૩ કરોડનો વધારાનો ખર્ચ કર્યો છે. રાંચીમાં હોસ્‍પિટલનું નવું ભવન, રૈન્‍ડોમાં સોલાર પ્‍લાન, ગરીબ વિસ્‍તારોમાં સૂર્યદિપનું નિઃશુલ્‍ક વિતરણ તથા શાળા-કોલેજોમાં રૂમનું નિર્માણ વગેરે કાર્યો થયા છે. રાંચીની અતિ ગરીબ વસ્‍તી ઇસ્‍લામનગરની તો કાયાપલટ થઇ ગઇ છે. સાંસદની ગ્રાન્‍ટમાંથી રૂા. ૧૧ કરોડના કામો કર્યા છે. આદિવાસી વિસ્‍તારોમાં શિક્ષણ, સ્‍વાસ્‍થ્‍ય, માળખાગત સુવિધા, માર્ગો, શૌચાલયો, હોસ્‍પિટલ, ચબૂતરા, કોમ્‍યુનિટી હોલ, સ્‍કૂલો વગેરેના નિર્માણ થયા છે. જોકે શ્રી નથવાણી કહે છે કે, આ મારા કાર્યોમાં દરેકનો ભરપૂર સહયોગ મળ્‍યો છે. છેલ્લે એટલું જ કહું છું કે, ઝારખંડ ભૂમિ એક અહેસાસ - અનુભૂતિ છે, જેને હું નિરંતર માણું છું. આ કારણે હું ઝારખંડ સાથે ભાવનાત્‍મક રૂપથી - લાગણીના બંધનોથી - આત્‍મિયતાના સંબંધોથી બંધાયો છું. પરિમલભાઇ નથવાણીની ઝારખંડ કર્મભૂમિ અને સેવાકાર્યો અંગે વધારે માહિતી માટે www. parimalnathvani.com વેબ સાઇટનો સંપર્ક થઇ શકે છે.wish you all the Best- Ashok Hindocha

No comments:

Post a Comment