Google+ Followers

Latest News inf. By Ashok Hindocha

DD NEWS

.

ZEE NEWS

.

Saturday, July 25, 2015

જામજોધપુરના ગરીબ રઘુવંશી પરિવારનો દીકરો રવિ કાનાબાર ‘યંગેસ્ટ પેરામોટરિંગ પાઈલોટ’ બન્યો-nf. by AShok Hndocha M-94262-54999

જામજોધપુરના ગરીબ રઘુવંશી પરિવારનો દીકરો
રવિ કાનાબાર ‘યંગેસ્ટ પેરામોટરિંગ પાઈલોટ’ બન્યો
www.ashokhndocha.blogspot.com m-94262 54999

Inline image

અત્યંત સામાન્ય પરિવારના એક હોનહાર બાળકે સ્વપ્ન જોયું અને યુવાન વયે દેશમાં 'યંગેસ્ટ પેરામોટરિંગ પાઈલોટ' બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. દ્વારકા જિલ્લાના જામજોધપુર ગામે રહેતા એક અત્યંત ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારે સપનામાં પણ નહીં વિચાર્યુ હોય કે એક દિવસ તેમનો પુત્ર આસમાનમાં ઊડશે. પુત્રએ ખરા અર્થમાં મહેનત કરી સાર્થક કરી બતાવ્યું કે મહેનત કરીએ તો ધારેલી સફળતા મળે જ છે. આ પરિવારના પુત્રએ બાળપણમાં પાઈલોટ બનવાનું સપનું જોયું હતું. જેને સાર્થક કરી બતાવવાના લક્ષ્ય સાથે આજે તે પેરામોટરિંગમાં એડવાન્સ તાલીમ મેળવી રહ્યો છે. તેણે પોતાના સ્વપ્ન આડે ગરીબીને અવરોધરૂપ બનવા દીધી નથી. જામજોધપુરમાં રહેતા ભરતભાઈ કાનાબાર કે જેઓ ઘણાં વર્ષોથી જામજોધપુરમાં રહે છે અને લારીમાં બિસ્કિટ વેચવાનો ધંધો કરે છે. તેમના પત્ની ભાવનાબેન લોકોના ઘરકામ કરી ગુજરાન ચલાવી રહ્યાં છે. તેમનો પુત્ર રવિ નાનપણથી જ પાઈલોટ બનવાનાં સપનાં જોતો હતો અને આ માટે તેણે અભ્યાસમાં પહેલીથી જ તનતોડ મહેનત કરવા માંડી અને ધો. 12માં ફિઝિકસ સહિતના વિષયો સાથે 91 ટકા માર્ક્સ મેળવી આડકતરો ઈશારો તો આપી જ દીધો કે તેને નાનપણમાં જોયેલુ સપનું સાકાર કરવા માટે તે મહેનત કરી રહ્યો છે. ધો.12 સારા માર્કસ સાથે પાસ કરતા ગુજરાત સરકાર દ્વારા તેને રૂ. 4 લાખની સ્કોલરશિપ આપવામાં આવી હતી. આ વધુ અભ્યાસ માટે તે મધ્યપ્રદેશના ભોપાલમાં ગયો હતો અને ત્યાં આગળ પેરામોટરિંગમાં એવિએશનનો અભ્યાસ શરૂ કર્યો હતો, જે સફળતાપૂર્વક પાસ કર્યો છે. સંસ્થા તરફથી તેને યંગેસ્ટ પેરામોટરિંગ પાઈલોટનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. પેરામોટરિંગ પાઈલોટની તાલીમ દરમિયાન ૧૦૬ કલાકના ઉડ્ડયનનો તેને અનુભવ પ્રાપ્ત થયો છે અને પેરાગ્લાઈડિંગમાં પણ ૮૫૦૦ ફુટ ઊંચાઈ સુધી અનુભવ પણ પ્રાપ્ત કર્યો છે. હાલ તે કેરળમાં વિશેષ તાલીમ લઈ રહ્યો છે. નાના એવા જામજોધપુર ગામના સામાન્ય યુવાને મેળવેલી સિદ્ધિથી પરિવાર ગર્વ અનુભવી રહ્યો છે. (Courtesy : Sandesh)

પોરબંદરનો રઘુવંશી યુવાન અજય લાલચેતા
ઓમાનની ટીમ તરફથી  ટી - ૨૦ ક્રિકેટ વર્લ્ડકપ રમશે

Inline image

પોરબંદર : મુળ પોરબંદરનો તથા હાલ મસ્કત ખાતે રહેતો યુવાન ઓમાનની નેશનલ ક્રિકેટ ટીમમાં પાંચ વર્ષથી ક્રિકેટ રમતો હોવાથી વર્ષ - ૨૦૧૬ ના માર્ચ મહિનામાં ભારતમાં યોજાનાર વર્લ્ડકપ ટી- ૨૦ ની ટુર્નામેન્ટમાં રમેશ, જેથી પોરબંદરનાં ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી છે. મુળ પોરબંદરનો તથા છેલ્લા ૧૦ વર્ષથી ઓમાનનાં મસ્કત ખાતે અલ તુર્કી એન્ટરપ્રાઇઝ કંપનીનાં શીપીંગ ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતા અજય વૃજલાલ લાલચેતા નામનાં ૩૨ વર્ષીય યુવાનની ઓમાનની નેશનલ ટી-૨૦ ટીમમાં ક્રિકેટ રમે છે. ગઇકાલે ફાઇનલ કવોલીફાય મેચ નામીબીયા અને ઓમાન વચ્ચે યોજાઇ હતી. જેમાં ઓમાનની ટીમ વિજેતા બની છે અને અજય લાલચેતાએ ૪ ઓવરમાં ૨૬ રન આપીને બે વિકેટ લેતાં તેનો પણ વર્લ્ડ કપની ટી-૨૦ની ભારતમાં માર્ચ - ૨૦૧૬ માં રમાનારી ટુર્નામેન્ટ માટે પસંદગી થઇ છે. મુળ પોરબંદરનાં આ યુવાને ક્રિકેટ કારિકિર્દીની શરૃઆત પોરબંદરનાં ધી દુલીપ ક્રિકેટ સ્કૂલમાં કરી હતી અને અન્ડર - ૧૬ તથા અન્ડર - ૧૯ માં સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમમાં વાઇસ કેપ્ટન તરીકે સારી રીતે કાંડાનું કૌવત દાખવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી ઓમાનમાં સ્થાયી થયા બાદ ઓલરાઉન્ડર પ્લેયર તરીકે ઓમાનની નેશનલ ટીમમાં પાંચ વર્ષથી ક્રિકેટ રમે છે. પોરબંદરનાં જયદેવ ઉનડકટે ભારતીય ક્રિકેટની નેશનલ ટીમમાં નિમણૂંક મેળવ્યા બાદ હવે રઘુવંશી સમાજનાં જ બીજા યુવાન અજય લાલચેતાની ઓમાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં નિમણૂંક થતાં પોરબંદરના ક્રિકેટ પ્રેમીઓ ઉપરાંત પોરબંદર લોહાણા સમાજનાં આગેવાનોએ પણ ખુશી વ્યકત કરીને શુભેચ્છા આપી છે. (Courtesy : Gujarat Samachar)

No comments:

Post a Comment