Google+ Followers

Latest News inf. By Ashok Hindocha

DD NEWS

.

ZEE NEWS

.

Thursday, July 2, 2015

લોહાણા યુવક પ્રગતી મંડળ દ્વારા ર૬મીએ પ૧ મો પ્રતિભા સન્માન સમારોહઃ પ ગોલ્ડ મેડલ અપાશે www.lohanayuvakpragatimandal.blogspot.com M-94262-54999

લોહાણા યુવક પ્રગતી મંડળ દ્વારા ર૬મીએ પ૧ મો પ્રતિભા સન્માન સમારોહઃ પ ગોલ્ડ મેડલ અપાશે www.lohanayuvakpragatimandal.blogspot.com M-94262-54999


રાજકોટ, તા., ૧: લોહાણા યુવક પ્રગતી મંડળ રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ર૬ જુલાઇના રવિવારે સવારે ૯.૩૦  કલાકે અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે રઘુવંશી સમાજના ધો.૧૦ તથા ધો.૧રમાં ૭૦ ટકા કે તેથી વધુ ગુણાંક મેળવનાર વિદ્યાર્થી ભાઇ-બહેનોને શિલ્ડ સર્ટીફીકેટસ વિશિષ્ટ એવોર્ડઝ તથા પાંચ ગોલ્ડ મેડલ તથા ૭  સિલ્વર મેડલ, અગીયાર હજાર કેશ એવોર્ડઝ દ્વારા બહુમાન કરવા આયોજન કરાયું છે. જેમાં તનિષ્ક જવેલર્સ રાજકોટના મનુભાઇ મહેતા, સ્વ. જીજ્ઞાબેન મનુભાઇ મહેતા પરિવાર દ્વારા ધો.૧ર કોમર્સમાં જ્ઞાતિ પ્રથમ બહેનને ગોલ્ડ મેડલ તથા રૂ. ૧૧૦૦૦નો કેચ એવોર્ડ સંસ્થા મારફત આપવામાં આવે છે. તદુપરાંત સ્વ. ત્રિકમજીભાઇ એ.ચતવાણી ચે. ટ્રસ્ટ મુંબઇ, બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ- કે.ડી.કારીયા પરિવાર, સ્વ. મુકતાબેન જયંતીલાલ માનસાતા પરીવાર, જીજ્ઞેશ કુમાર જયંતીલાલ મહેતા પરિવાર (ગુજરાત ફર્નિચર) સ્વ. ચંદ્રકાંત  ન્યાલચંદ, જસાણી પરીવાર નાયરોબી, લીલાબેન એન. ચોટાઇ (ઓસ્ટ્રેલીયા) શ્રી સદ્દગુરૃ પરિવાર ટ્રસ્ટ ધવલભાઇ તથા ઇશ્વરભાઇ ખખ્ખર પરિવાર, તથા સંસ્થાના શુભેચ્છક દાતા પરીવારજનો લોહાણા યુવક પ્રગતિ મંડળ વગેરે દ્વારા ધો. ૧૦ તથા ધો. ૧ર માં બોર્ડમાં સ્થાન પામેલા. જ્ઞાતિમાં ફર્સ્ટ સ્થાન મેળવનારનું ગોલ્ડ મેડલ, સીલ્વર મેડલ દ્વારા સન્માન કરવામાં આવશે. સ્પે. શિલ્ડ લેમીનેટેડ સર્ટીફીકેટ, કેરીબેગ વગેરે આપવામાં આવશે.

પ૧ માં પ્રતિભા સન્માન સમારોહમાં અધ્યક્ષસ્થાને રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટી પ્રમુખ ડો. હર્ષદભાઇ ખખ્ખર તથા રાજકોટ લોહાણા મહાજનના તમામ હોદેદારો લોહાણા મહાપરિષદ તથા રઘુવંશીની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, ડોકટર્સ, ઉદ્યોગપતિ, ઉચ્ચ અધિકારીઓ, દાતા પરિવારજનોના હસ્તે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે. રાષ્ટ્રીય લેવલે વિચાર સિધ્ધિ મેળવનાર રઘુવંશીઓનું પણ વિશિષ્ટ બહુમાન કરવામાં આવશે. ધો. ૧૦ તથા ધો. ૧ર માં ૭૦ ટકાથી વધુ ગુણાંક મેળવનાર તમામ રઘુવંશી વિદ્યાર્થી ભાઇઓ-બહેનોએ તા. ૧૦ મી જુલાઇ ર૦૦પ સુધીમાં સંસ્થાનું ફોર્મ ભરી જવા જણાવાયું છે. સાથે માર્કશીટની ટુ કોપી સેલ્ફ એટેસ્ટેડ કોપી આપવાની રહેશે. પ્રતિભા સન્માન સમારોહ માટે લોહાણા યુવક પ્રગતિ મંડળના સર્વે હોદેદારો યોગેશ જસાણી, ડો. નીતિનભાઇ રાડીયા, અશોક હિન્ડોચા, ભુપેન્દ્રભાઇ કોટક, પ્રતિભા સન્માન સમારોહના કન્વીનરો, અજયભાઇ ઠકરાર તથા રાજેશભાઇ અઢીયા, સંજયભાઇ કકકડ, પ્રકાશભાઇ સુચક, મનસુખભાઇ કોટેચા, પ્રકાશભાઇ ઠક્કર, પરેશભાઇ તન્ના, હિતેશભાઇ પોપટ, અલ્પેશભાઇ માનસાતા, જીમ્મીભાઇ દક્ષિણી, પિયુષભાઇ કુંડલીયા, તમામ કન્વીનરો - કારોબારી સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૧૦ મી જુલાઇ છે. જે માટે સંસ્થાના કાર્યાલય લોહાણા યુવક પ્રગતિ મંડળ સાંગણવા ચોક લોહાણા મહાજન વાડી બીલ્ડીંગ રાજકોટનો દરરોજ સાંજે ૭ થી ૯ (ફોન ૦ર૮૧ રર૩૪૭૧૪) દરમ્યાન હોદેદારો કન્વીનરો તથા વિનોદભાઇ બુધ્ધદેવનો સંપર્ક કરવા જણાવાયું છે. ગ્રેજયુએટ પોષ્ટ ગ્રેજયુએટ માટેનો પ્રતિભા સન્માન સમારોહ, સપ્ટેમ્બર માસમાં યોજાશે. જેના ફોર્મ વિતરણ સંસ્થાએથી કરવામાં આવી રહ્યા છે.
લોહાણા યુવક પ્રગતી મંડળ દ્વારા ર૬મીએ પ૧ મો પ્રતિભા સન્માન સમારોહઃ પ ગોલ્ડ મેડલ અપાશે www.lohanayuvakpragatimandal.blogspot.com M-94262-54999

No comments:

Post a Comment