Google+ Followers

Latest News inf. By Ashok Hindocha

DD NEWS

.

ZEE NEWS

.

Monday, January 25, 2016

ધસમસતા ઉત્સાહ વચ્ચે હાફ મેરેથોન માટે દોટ મુકતા રાજકોટવાસીઓ ૨૧, ૧૦, ૫, અઢી અને એક કિલોમીટરના ટ્રેક પર મન મુકીને પરસેવો પાડતા રાજકોટ વાસીઓ રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગનું સરાહનીય આયોજન-Congratulations from Ashok Hindocha M-94262 54999

ધસમસતા ઉત્સાહ વચ્ચે હાફ મેરેથોન માટે દોટ મુકતા રાજકોટવાસીઓ
૨૧, ૧૦, ૫, અઢી અને એક કિલોમીટરના ટ્રેક પર મન મુકીને પરસેવો પાડતા રાજકોટ વાસીઓ
રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગનું સરાહનીય આયોજન
રાજકોટ તા ૨૪ જાન્યુઆરી - સામાન્ય તહેવારને પણ હૈયાના હરખથી ઉજવનાર રાજકોટવાસીઓએ આજે ધસમસતા ઉત્સાહ વચ્ચે હાફ મેરેથોન માટે દોટ મુકી હતી. કડકડતી ઠંડી વચ્ચે રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા યોજાયેલ હાફ મેરેથોનને રાજકોટવાસીઓએ અભૂતપૂર્વ પ્રતિસાદ પાઠવ્યો હતો. વહેલી સવારથી જ રાજકોટના મોટા ભાગના રસ્તાઓ હાફ મેરેથોન માટે બંધ અથવા ડાઇવર્ટ કરી  દેવાયા હતા, છતાં તમામ વિસ્તારોમાંથી લોકોનો પ્રવાહ રેસકોર્સ ગ્રાઉન્ડ તરફ ઉમટી પડયો હતો. સવારે પાંચ વાગ્યાથી બાળકોથી માંડીને વૃધ્ધો સહિતના સૌ કોઇ નાગરિકો તમામ ભેદભાવ ભૂલીને હાફ મેરેથોન દોડમાં જોડાયા હતા. રમેશ પારેખ રંગદર્શન ભવન ખાતે યોજાયેલા આ હાફ મેરેથોન દોડ ૨૧,૧૦, ૫, ૨.૫ અને એક કિલોમીટરની વિવિધ કક્ષામાં યોજાઇ હતી, જેને ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ રાજય મંત્રી શ્રીગોંવિદભાઇ પટેલે ફલેગ ઓફ કરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી ગોવિંદભાઇ પટેલે ઉપસ્થિત શહેરીજનોને શહેરને સ્વચ્છ, ટ્રાફીક અડચણ મુકત અને સ્વચ્છ બનાવવાના શપથ લેવડાવ્યા હતા. વિવિધ રૂટ પર દોડતા નાગરીકો માટે ચા-પાણી, તબીબી સવલત, ફીઝીયોથેરાપી, એનર્જી ડ્રીંક વગેરે નિયત સમયાંતરે આયોજકો દ્વારા પુરા પાડવામાં આવ્યા હતા. દોડવીરોને ઉત્સાહનો પાનો ચડાવવા જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પુજારા, જાણીતી ટી.વી સિરીયલ  ‘‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’’ ના પાત્રો બાઘા અને નટુકાકા, સરકારી અધિકારીઓ, શહેરની જાણીતી હસ્તીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.  ૯૨.૭ બીગ એફ. એમ.ના આર.જે. શ્રી વિનોદ ભાનુશાળીએ જોશથી છલકાતા અવાજે ચિકકાર મેદનીને મેરેથોન માટે પ્રેરિત કરી હતી.

આ હાફ મેરેથોન દોડના મુખ્ય સ્પોન્સરર્સ જયોતિ સી.એન.સી. ફિલ્ડ માર્શલ ઓપ્યો મોબાઇલ,બાન લેબ્ઝ, રીલાયન્સ, એન્જલ્સ, એકસિઝ, આઇસી.આઇ.સીઆઇ એચ.ડી.એફ.સી બેંક વગેરેએ તેમનો સહયોગ આપ્યોહતા. આ પ્રસંગે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરી, રાજકોટના મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન શ્રીપુષ્કરભાઇ પટેલ વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યશ્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ, કલેકટરશ્રી મનીષા ચંદ્રા, મ્યુનિ. કમિશ્નરશ્રી વિજય નહેરા, શહેર પોલીસ કમિશ્નરશ્રી મોહન ઝા, નિવાસી અધિક કલેકટર શ્રી હર્ષદ વોરા, પ્રાંત અધિકારી શ્રીજે.કે.પટેલ, અગ્રણીશ્રી નિતિશ ભારદ્વાજ, જિનીયસ સ્કુલના શ્રી ડી.વી મહેતા, જયોતિ સી.એન.સીના શ્રી પરાક્રમસિંહ જાડેજા, બાન લેબ્ઝના શ્રી મૌલેશભાઇ ઉકાણી તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહયા હતા.

No comments:

Post a Comment