Google+ Followers

Latest News inf. By Ashok Hindocha

DD NEWS

.

ZEE NEWS

.

Thursday, April 21, 2016

Digital Education Management System-inf. by Ashok Hindocha M-94262-54999

Digital Education Management System- inf. by Ashok Hindocha M-94262-54999 e mail:- hindochaashok@gmail.com

:: સંકલન :: 
હિતેશકુમાર પ્રભૂદાસ વડાલીયા
વૃંદાવન કમ્પ્યુટર્સ, અમૃતનગર રોડ,  કેશોદ

મો.
 ૯૮૨૪૨ ૨૪૨૬૭ , ૯૪૨૭૭ ૪૧૧૪૯

મેઈલ :  hiteshvadaria@gmail.com


પ્રસ્તાવના : 
આજના સમય માં IT નો ઉપયોગ ખુબ જ વધ્યો છે ત્યારે દરેક કાર્ય સરળ બનતુ જાય છે. માણસે જે વસ્તુની કલ્પના પણ ન કરી હતી તે આજે સાકાર થઈ રહી છે. આવી કઈક વસ્તુ IT દ્વારા થઈ જવા રહી છે. Digital Education Management System કે જેમના દ્વારા વિદ્યાર્થી, શાળા, મહાવિદ્યાલય, વિશ્વ વિદ્યાલય, કંપની અને સરકારને ઘણી મદદ થશે. કાગળો ના થેલા લઈ પ્રવેશ લેવા જતો વિદ્યાર્થી હવે ખુલે હાથે જશે. ખોટા નકલી દસ્તાવેજો નો જમાનો જશે ખાસ તો કાગળનો બચાવ થશે અને પર્યાવરણની જાણવણી થશે. 

હાલની વ્યવસ્થાપન પધ્ધતિ

આજે માણસ જન્મ લે ત્યાંથી લઈ મૃત્યુ પામે ત્યાં સુધીમાં તેમનાં વજન જેટલા કાગળ પોતાની ઓળખ આપવા માટે ઉપયોગ કરે છે. શાળામા પ્રવેશ મેળવવા માટે, નોકરી મેળવવા માટે, પાસપોર્ટ, લાયસન્સ મેળવવા માટે વગેરે.. એ વિચારવા જેવી બાબત છે કે જેમની પાસેથી પરિણામ મેળવવુ હોય તે જ તમારી પાસે નકલ માગે છે..!! દા.ત. મહાવિદ્યાલય મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરિક્ષાપત્ર ભરતી વખતે આગળના સત્રના પરિણામની નકલ સાથે આપવાની..?? આ શું..??  વિશ્વવિદ્યાલય તેમના પરિણામથી માહિતગાર નથી..?? જરા વિચારો એક વિશ્વવિદ્યાલયમા કેટલા વિદ્યાર્થીઓ પરિક્ષાપત્ર ભરતા હશે. આ બધા વિદ્યાર્થીઓ દ્રારા આપવામા આવતી નકલનો હિસાબ કરો..!! આપણે કેટલા કાગળ બચાવી શકિએ..?? અને કેટલુ પર્યાવરણ બચાવી શકિએ..?? આ તો એક જ ઉદાહરણ છે આવા અનેક ઉદાહરણો આપણી પાસે છે..

ચાલો આપણે આજની આ શિક્ષણ વ્યવસ્થાપન પધ્ધતિ જોઈએ.  


૧. જન્મનો દાખલો :- બાળકના જન્મ સાથે જ હોસ્પીટલમાંથી એક કાગળ આપવામાં આવે છે. જેમના આધારે નગરપાલીકા અથવા મહાનગરપાલીકા દ્વારા જન્મ તારીખનો દાખલો આપવામાં આવે છે. જે તે બાળકની જન્મ ભરની મુડી બની અને સાથે જ ફરે છે.

૨. પ્રાથમીક શાળામાં પ્રવેશ :
- પાંચ વર્ષ પછી જન્મના દાખલાના આધારે પ્રાથમીક શાળામાં પ્રવેશ ધોરણ ૧ થી ૮ સુધી એક શાળામાં અભ્યાસ કરવામાં આવે છે. તે દરમ્યાન વિદ્યાર્થીને અંદાજે ૨૫ વખત પરિણામ આવે છે અને આઠ પરિણામપત્ર તેમના સિવાય અન્ય હરિફાઈમા ભાગ લેવા બદલ મળતા સન્માનપત્રો આવા અનેક કાગળોથી વિદ્યાર્થીની ફાઇલ ભરાઇ જાય છે હવે જ્યારે આગળ અભ્યાસ કરવા જાય તે માટે શાળા છોડ્યાનો દાખલો આપવામાં આવે છે.

૩. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં પ્રવેશ :- 
ધોરણ ૮ પાસ પછી પ્રાથમિક શાળામાં મળતા શાળા છોડ્યાના દાખલાના આધારે પ્રવેશ મળે છે. પ્રાથમિકની જેમ અનેક પરીણામપત્ર અને સન્માનપત્ર, આખરે ધોરણ  ૧૨ નું બોડૅનું પરિણામ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પછી ઉચ્ચ અભ્યાસ અર્થે વિશ્વવિદ્યાલય માં પ્રવેશ.

૪. ઉચ્ચ અભ્યાસ :-
 ધોરણ ૧૨ સફળતાપુર્વક પુર્ણ કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ અર્થે વિશ્વવિદ્યાલય કે તકનીકી સંસ્થામાં પ્રવેશ અને તે દરમ્યાન મળતા અનેક પરીણામપત્ર અને સન્માન પત્રો. આજ રીતે અભ્યાસ બાદ વ્યવસાય અને નોકરીમાં મળતા અને દસ્તાવેજો..

આજના smart phone ના યુગમા જો એક વ્યક્તિ પોતાની ઓળખ આપવા માટે ઘણા બધા કાગળનો ઉપયોગ કરે તો આવી આધુનિક તકનીકો શું કામની..?? હું તો કહિશ કે વ્યક્તિ પોતાના બધા દસ્તાવેજો માટે એક QR code જ આપે અને તેમની જીવનની બધી માહિતી મળી રહે ઉદાહરણ તરીકે  જો હુ કોઇ કંપનીમાં નોકરી માટે જાવ ત્યારે ફક્ત તેમને એક QR code આપુ જે સરકારી વેબસાઇટનું URL પુરુ પાડશે તે URL માં મારી અંગત તમામ બાબતો આવરી લેવામાં આવેલ હોય જેવી કે હું ઉપર બતાવી ગયો તે મુજબ જન્મનો દાખલાથી લઇ સ્નાતક અનુસ્નાતક સુધીના અભ્યાસની તમામ માહિતી નોકરીને લગતી તમામ માહીતી, મળેલ પ્રમાણપત્રો, પુસ્કાર, પદવી વગેરેની માહિતી સરકારી વેબસાઇટ દ્વારા મળી રહે જેથી કોઇપણ વ્યક્તિને પોતાના દસ્તાવેજ સાથે લઇ ફરવાની જરૂર રહેશે નહિ અને ખરા અર્થમાં smart યુગ બની રહેશે. આજે આધારકાર્ડ દ્વારા વ્યક્તિનુ નામ, સરનામુ, સંપર્ક નંબરની માહિતી મળી રહે પરંતુ અભ્યાસને લગતી કે અન્ય માહિતી જે નોકરી મેળવવા, પાસપોર્ટ માટે, મોબાઇલના નવા ક્નેકશન માટે, ગેસના ક્નેકશન માટે, ટેલીફોનના ક્નેકશન માટે, જેવા સરકારી કામકાજ માટે જરૂરી માહિતી માટે બીજા અનેક દસ્તાવેજોની જરુરી પડે છે. પરંતુ જો આપણે ઉપર બતાવેલ પધ્ધતિ અમલમાં મુકશું તો ખુબ જ સરળતાથી દરેક કાર્ય કરી શકશું. જેમ કે...

૧. કોઇ પણ વ્યક્તિ પાસપોર્ટ માટે અરજી કરે તો તેમના વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા જોઇ શકાય છે. જેથી પાસપોર્ટ અધીકારી ઝડપથી અને સરળતાથી માહિતી મેળવી અને પાસપોર્ટ પ્રક્રિયા કરી શકે છે.

૨. 
જો શિક્ષણની વાત કરીએ તો વિદ્યાર્થી કોઈ શાળા કે મહાવિદ્યાલય માં પ્રવેશ  મેળવવા માટે કોઈપણ દસ્તાવેજ લીધા વગર જઈ શકે છે. વેબસાઇટ દ્વારા જ તેમની આગળની અભ્યાસની વિગત જાણી શકાય છે તેમજ હાલમાં તે કોઇ શાળામાં છે કે નહી..?? તેમની પણ માહિતિ મળી શકે છે આથી વિદ્યાર્થી અને સંસ્થાના સંચાલક ને ઘણી સરળતા રહેશે તેમજ કાગળનો બચાવ પણ થઇ શકશે.

૩. 
વિધાર્થી અભ્યાસ દરમિયાન પરિક્ષા આપવા માટે પરિક્ષાપત્ર ભરે છે. આશ્ચ્રર્યની વાત એ  છે કે જે વિશ્વવિદ્યાલય મા પાંચ વખત પરિક્ષા આપવા છતા તેની તે  માહિતી નામ, અટક, સરનામુ, મોબાઇલ, જાતી વગેરે માહિતી શા માટે વારંવાર આપવી..??

ચાલો સમજીએ સરનામુ બદલાય, મોબાઇલ નંબર બદલાય પણ નામ, અટક, જાતી શા માટે..?? આગલી પરિક્ષાનાં પરીણામપત્ર ની નકલ શા માટે ?? જો વ્યવસ્થિત અને યોગ્ય સંચાલન કરવામાં આવે તો વ્યક્તિના જન્મ સમયે આપવામાં આવેલ માહિતી મરણના દાખલા સુધી બીજી વાર આપવી ના પડે ફક્ત એક QR Code બધા પ્રશ્નોનો જવાબ બની રહે છે.. અરે વિશ્વ વિદ્યાલયમાં ત્રણ વર્ષ અભ્યાસ કર્યા બાદ સંપૂર્ણ પરિક્ષા ઊતિર્ણ થયા બાદ પદવી પત્રક મેળવવા માટે  અરજી કરવાની..?? લોકો શા માટે પરિક્ષા આપે..?? આ એક કાગળ માટે જ..?? તો તેમના માટે પણ અરજી કરી કાગળ બગાડવાના..??  ફોન તો smart થયા હવે લોકોSmart કયારે થશે..??

પધ્ધતિ :- આપણે ઉપર વાત કરી તેમના માટે સરકાર દ્વારા એક મધ્યસ્થ વેબસાઇટ બનાવવાની જેમાં રાજ્ય / દેશના તમામ નાગરીકોની માહિતી સંગ્રહ કરવી જેવી કે..

૧. જન્મ થી લઇ મરણ સુધીની તમામ માહિતી જન્મ તારીખ, નામ, અટક, પિતાનુ નામ, સરનામું, સંપર્ક, અભ્યાસ, નોકરી/વ્યવ્સાય અંગે, કાનુની અને કાયદાકિય માહિતી, ગેસ કનેક્શન, ટેલીફોન કનેક્શન, રાશન કાર્ડ, આધાર કાર્ડ, વાહન લાયસન્સ, ચુટણી કાર્ડ વગેરે.. આ વેબસાઇટ દ્વારા જુદા-જુદા વિભાગોની સંસ્થા તે માહિતીનો ઉપયોગ કરી શકે આવી દરેક સંસ્થાને માહિતીનો ઉપયોગ કરવા માટે અલગ-અલગ પ્રકારની પરવાનગી આપવી  શૈક્ષણીક સંસ્થાએ ફ્ક્ત કોઇપણ વ્યક્તિની શૈક્ષણીક તેમજ અંગત માહીતી જે તેમના માટે જ ઉપયોગ કરી શકે..

૨. 
પાસપોર્ટ અધીકારી વ્યક્તિની પાસપોર્ટ માટેની માહીતી જોઇ શકે

૩. 
મોબાઇલ કંપની વ્યક્તિના ફોટો અને સરનામા વિશે જ માહીતી લઇ શકે. આ રીતે જે સંસ્થા સરકારી વેબસાઇટમાં રજીસ્ટ્રર હશે તે જ આ બધી માહિતી નો ઉપયોગ કરી શકે. તેમજ તેમને આપવામાં આવેલ સતાના આધારે જરૂરી માહિતી જ જોઇ શકે છે.

હવે વ્યક્તિની ક્રમશ માહિતી વેબસાઇટ કઇ રીતે આવશે તેમનો ખ્યાલ..

૧. બાળકનો જન્મ જે દવાખાનામાં થશે તે ડોકટર બાળકના માતા/ પિતાની માહિતીના આધારે બાળકની માહિતી ઉમેરે છે.. ખાસ જન્મ તારીખ અને સમય
૨. ગ્રામ પંચાયત / નગરપાલિકા / મહાનગરપાલિકા આ માહિતીના આધારે જન્મનો દાખલો બનાવશે. જે online રહેશે તેમજ એક copy વ્યક્તિ પોતાની પાસે રાખી શકે.

૩. વેબસાઇટમાં રહેલ જન્મનાં દાખલાના આધારે શાળામાં પ્રવેશ અને અભ્યાસ દરમ્યાન બધા જ પરીણામ online વેબસાઇટમાં મુકવા તેમજ અન્ય પ્રવ્રુતીઓના સન્માનપત્ર પણ online રાખવા આ દરેક દસ્તાવેજની નકલ કાઢી પણ શકાય.

૪. ઉચ્ચ અભ્યાસમાં જવા માટે ફક્ત  QR code આપવો જેમના દ્વારા પ્રવેશપત્ર ભરાય જશે અને કોઇપણ કાગળ વગર પ્રવેશ પણ મળી શકે છે.

૫.અભ્યાસ દરમ્યાન મળેલ તમામ પરીણામ અને સન્માનપત્ર વેબસાઇટમાં રાખવામાં આવશે.

૬.એક શાળામાંથી બીજી શાળામાં જવા માટે શાળા છોડ્યાના પ્રમાણપત્રની જરૂર નથી ફ્ક્ત શાળાના સંચાલક દ્વારા વેબસાઇટ માં શાળામાંથી પ્રવેશ રદ કરેલ છે અને શાળા છોડયા તારીખ આપી દેવામાં આવે એટલે બીજી શાળામાં સીધો જ પ્રવેશ મળી રહે છે.

૭. નોકરી મેળવતી વખતે એજ QR code દ્રારા કર્મચારીની તમામ માહિતી મળી રહે છે.

૮.બેંકમાં ખાતુ ખોલવવા માટે પણ QR code ઉપયોગી બને છે.

૯.કોઈપણ પ્રકારની અરજી માટે QR code જ જરૂરી રહે છે.

૧૦. કાનુની કાર્યવાહિમાં પણ QR code જ જરૂરી બની રહે છે.

આ રીતે વ્યક્તિની ઓળખ તેમનો QR codeબની રહે છે.

Digital Education ના ફાયદા..

૧. કાગળનો બચાવ.
૨. સમયનો બચાવ.
૩. કાગળ પાછળ થતા ખોટા ખર્ચનો બચાવ.
૪. જરુરી દસ્તાવેજોને સાચવવાની જંજટમાથી મુકતિ.
૫. નકલી દસ્તાવેજોથી થતી સમસ્યાનું સમાધાન.
૬. કોઇપણ પ્રક્રિયામાં લાગતા સમયમાં બચાવ.
૭. ખોટા દસ્તાવેજના આધારે થતા કૌભાંડથી છુટકારો.
૮. વ્યક્તિની સાચી ઓળખ મેળવી સરળ બનશે. 
૯. કાનુની અને કાયદાકિય પ્રક્રિયા સરળ બનશે.
૧૦. મધ્યસ્થ સંચાલનથી દરેક સરકારી વિભાગને સરળતા.
૧૧. દેશમાં ઘુસણખોરી દ્વારા ઘુસેલ લોકો ને શોઘવા સરળ બનશે.

Digital Education ના ગેરલાભ..
૧.વીજળીનો વધુ વપરાશ જો કે દસ્તાવેજની નકલમાં જરૂરી વીજળીથી બચાવ થશે.
૨. દરેક વ્યક્તિમાં તક્નીક કુશળતા ન હોવાથી સમસ્યા ઉદભવી શકે છે.
3. સરકારી વેબસાઇટ બંધ થાય તો બધા કર્યો અટકી શકે છે.
૪. Server hack થવાથી માહિતીનો દુરઉપયોગ થઇ શકે તેમજ દસ્તાવેજનો નાશ થઈ શકે છે
૫. રોજગારી ઘટવાનો ભય રહે છે.
  ============================================================

No comments:

Post a Comment