Google+ Followers

Latest News inf. By Ashok Hindocha

DD NEWS

.

ZEE NEWS

.

Saturday, May 28, 2016

પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ,ગુજરાત રાજય તા.૨૫-૫-૨૦૧૬-inf. through AShok Hindocha M-94262 54999


પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ,ગુજરાત રાજય તા.૨૫-૫-૨૦૧૬ CM to Launch Swami Vivekanad Sports Competition at Rajkot Rajkot Dt. 25thMay : Chief Minister Smt. Anadiben patel is going to inaugurate Swami Vivekanand Sports competition at Hemu Gadhvi hall, Rajkot on 26th may evening 5 p.m. A state level khel utsav will be inaugurated at Hemu Gadhvi hall. More than 2500 will participate in the various games. State ministers Shri Vijaybhai Rupani, Shri Govindbhai Patel, Shri Nanubhai Vanani, Shri Jayeshbhai Radadiya union minister Mohanbhai Kundariya will going to join the program. In this function Collector Dr. Vikrant Pandey, commissioner of Sports, Youth and Cultural Activities Department Secretary S. B. Raval and Director General of sports authority Sandip Pradhan will be present. “Lightening Gujarat” Ministers to join a special event held at the Racecourse Ground Rajkot 24thMay - Chief Minister of state Smt. Anandiben Patel will inaugurate state level program named as “Lightening Gujarat” at Vadodara, on 26th May. Under the range of that program same event will be organized at Rajkot Racecourse Ground. The purpose of this Scheme is to motivate savings of electricity and aid to reducing electricity bill as well as to reduce in demand of electricity and saving environment through using of LED bulb. Under this program PGVCL will distribute LED bulb of 9 watt and its market price is approx. 300/- Rs, will be distributed at cost of Rs. 90/- only. Same bulb will be given at par of Rs 5/- on EMI basis. And its cost will be 95/- Rs. 1.35 cr. consumers will get direct benefits under this scheme. Per person 10 LED bulb will be distributed To get benefits of this scheme, consumers have to present copy of latest paid electricity bill and Photo ID and along with it they have to keep original documents also with them. The event will be held on Monday 26 May at 8.30 a.m.State minister Shri. ViijayabhaiRupani,Shri. Govindbhai Patel, Shri. JayeshRadadiya, Union MinisterMohanbhaiKundariya, Dr. JaimanabhaiUpadhyay - Mayor of Rajkot, MLA. IndranilabhaiRajayaguruand MLABhanubenaBabariya will be present in this event. Shri. L. CHUAUNGO Principal Secretary of Department of Energy and Petrochemicals and Mr. H.R. Suthar Managing Director will also be present in the program. ભારતીય સંરક્ષણ સેવા, પરોમિલીટરી ફોર્સ અને પોલીસ ફોર્સમાં ભરતી હેતુ ઘનિષ્ટ નિવાસી તાલીમ વર્ગનું આયોજન રાજકોટ તા. ૨૫ મેઃ- મદદનીશ નિયામક, રોજગાર કચેરી, રાજકોટ દ્વારા ભારતીય સંરક્ષણ સેવા, પેરા મીલીટરી ફોર્સીસ તથા પોલીસ ફોર્સમાં જોડાવા ઇચ્છતા સાહસિક, તંદુરસ્ત અને અપરિણીત યુવાનો માટે ભરતી પૂર્વે શારીરીક તેમજ માનસિક ક્ષમતાની કસોટી માટેની ઘનિષ્ટ તાલીમ આપવા વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન દિન-૩૦ (૧૨૦ કલાક)ના નિવાસી તાલીમ વર્ગો યોજાશે. આ તાલીમ વર્ગમાં શારિરીક કસોટીઓ માટેની તાલીમ ઉપરાંત અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સમાન્ય જ્ઞાનની તાલીમ આપવામાં આવશે. તાલીમ વર્ગ દરમિયાન રહેવા જમવાની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવશે તથા એક દિવસના રૂપીયા ૧૦૦/- લેખે સ્ટાઇપેન્ડ પણ ચુકવવામાં આવશે. સોલ્જર જનરલ ડયુટી માટે ઉંમર સાડા સત્તરથી ૨૧ વર્ષ એસ.એસ.સી પાસ ૪૫ ટકા સાથે અથવા એચ.એસ.સી પાસ ૧૬૮ સે.મી. ઉંચાઇ, વજન ૫૦ કિ.ગ્રા, છાતી ૭૭-૮૨ સેમી., સોલ્જર ટેકનીકલ માટે ઉંમર સાડા સત્તરથી ૨૧ વર્ષ એચ.એસ.સી પાસ અગ્રેજી, ફિજિકસ, કેમેસ્ટ્રી અને ગણીત સાથે ઓછામાં ઓછા ૫૦ ટકા સાથે ૧૬૭ સે.મી. ઉંચાઇ, વજન ૫૦ કિ.ગ્રા, છાતી ૭૬-૮૧ સેમી., સોલ્જર કલાર્ક માટે ઉંમર સાડા સત્તર થી ૨૧ વર્ષ એચ.એસ.સી પાસ ઓછામાં ઓછા ૫૦ ટકા સાથે એકાઉન્ટસી, બુકકીપિંગ અને ગણીત અથવા ઉપરના વિષયો સાથે ગ્રેજયુએટ પાસ ચાલશે સાથે ૧૬૨ સે.મી. ઉંચાઇ, વજન ૫૦ કિ.ગ્રા તથા, છાતી ૭૭-૮૨ સેમી, સોલ્જર ટેકનીકલ નર્સીંગ આસિસ્ટન્ટ માટે સાડા સત્તરથી ૨૧ વર્ષ એચ.એસ.સી પાસ અગ્રેજી, ફિજિકસ, કેમેસ્ટ્રી અને બાયોલોજી સાથે ઓછામાં ઓછા ૫૦ ટકા દરેક વિષયમાં અથવા બોટની/ઝુઓલોજી/ બાયોસાયન્સ સાથે પાસીંગ સાથે ૧૬૭ સે.મી. ઉંચાઇ, વજન ૫૦ કિ.ગ્રા, છાતી ૭૭-૮૨ સેમીની લાયકાત ધરાવતા ઉમેદવારો જ તાલીમ વર્ગમાં જોડાઇ શકશે. આ તાલીમ વર્ગમાં જોડાવવા ઇચ્છતા ઉમેદવારોએ તા. ૨૭/૫/૨૦૧૬ના રોજ સવારે ૬-૦૦ કલાકે મવડી પોલીસ હેડકવાર્ટર (ગ્રામ્ય) કાલાવાડ રોડ, ગોવાણી હોસ્ટેલ સામે, રાજકોટ ખાતે લાયકાતના પ્રમાણપત્રો સાથે સ્વખર્ચે રૂબરૂ હાજર રહેવા યાદીમાં જણાવાયું છે. સ્વામી વિવેકાનંદ રમત-ગમત સ્પર્ધા મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જાણીતા કલાકાર અરવિંદ વેગડા મનોરંજન પીરસશે જાહેર જનતાને વિવિધ સ્પર્ધા નિહાળવા આમંત્રણ રાજકોટ તા. ૨૫ મે – મુખ્યમંત્રીશ્રીના હસ્તે એમ.એસ. ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે ૨૬મી મેના રોજ સાંજે ૬.૦૦ વાગ્યે સ્વામી વિવેકાનંદ યુવક મંડળ તથા મહિલા મંડળોની રાજ્ય કક્ષાની રમત ગમત સ્પર્ધા યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી ગુજરાતના નામાંકિત કલાકાર શ્રી અરવિંદ વેગડા ઉપસ્થિતોને તેમની કલાના કામણથી મનોરંજન પૂરૂં પાડશે. તેથી જાહેર જનતાને આ કાર્યક્રમમાં હાજર રહેવા ભાવભર્યુ નિમંત્રણ છે. આ કાર્યક્રમમાં એમ.એસ. ગ્રાઉન્ડ ખાતે ટેનીસબોલ ક્રિકેટની સાથે સાથે બહેનો માટે સંગીત ખુરશી, ઉભી ખો, તેમજ ભાઇઓ માટે શુટીંગ વોલીબોલ, ભાઇઓ બહેનો બન્ને માટે રસ્સા ખેંચ એક સાથે નિહાળી શકાશે. રાષ્ટ્રી ય અન્નઇ સુરક્ષા યોજના હેઠળ વીંછીયા તાલુકાની ૧૪૬૨૦ વ્યક્તિઓને આવરી લેવાઇ રાજકોટ તા. ૨૫ મે – રાજકોટ જિલ્લાાના વીંછીયા તાલુકાની કૂલ ૭૫૨૨૦ માણસોની વસ્તી્ પૈકી ૧૪૬૨૦ વ્યક્તિઓને રાષ્ટ્રીુય અન્ન સુરક્ષા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારી શ્રીમતિ જિજ્ઞાસાબેન ગઢવીએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતંા કે, વીંછીયા તાલુકાના એ.પી.એલ.-૧ કક્ષાની કૂલ ૫૫૨૧૪ વ્યક્તિઓ પૈકી ૧૦૮૨૭ને, એ.પી.એલ.-૨ કક્ષાની કૂલ ૫૨૧૨ વ્યક્તિઓ પૈકી ૧૦૭૮ને, બી..પી.એલ. કક્ષાની કૂલ ૧૩૨૨૮ વ્યક્તિઓ પૈકી ૨૩૯૮ને તથા અંત્યોયદય યોજનાની ૧૫૬૬ વ્યક્તિઓ પૈકી ૩૧૭ વ્યક્તિઓ મળી કૂલ ૧૪૬૨૦ નાગરિકોને રાષ્ટ્રી્ય અન્ન સુરક્ષા યોજનાના લાભો મળી રહયા છે. રાજયભરમાં પહેલી એપ્રિલથી અમલી બનાવાયેલી રાષ્ટ્રીધય અન્ન સુરક્ષા યોજના અન્વળયે મળવાપાત્ર ઘઉં અને ચોખા આ તમામ નાગરિકોને ઉપલબ્ધા કરાવાયા છે. ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકના સમયપત્રકમાં ફેરફાર રાજકોટ તા. ૨૫ મે – દર માસના ત્રીજા શનિવારે યોજાતી રાજકોટ જિલ્લાની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક સંજોગોવશાત્ તા.૩૦.૫.૨૦૧૬ના રોજ બપોરે ૪.૦૦ વાગ્યે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ તથા સમિતિના સભ્યોને આ બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા રાજકોટ જિલ્લા કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે. ૧૪ રમતોના ખેલમહાકુંભના વિજેતા ખેલાડીઓ માટે પ્રશિક્ષણ કેમ્પ યોજાશે રાજકોટ તા. ૨૫ મે – રાજયસરકાર દ્વારા તા.૨૬ મેથી તા.૪ જુન દરમ્યાન જુદી-જુદી ૧૪ રમતોના ખેલમહાકુંભના વિજેતા ખેલાડીઓ માટે પ્રશિક્ષણ કેમ્પ યોજાશે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સંયુકતપણે આયોજિત આ કેમ્પમાં એથ્લેટીક્સ, હોકી, ફુટબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, સ્કેટીંગ, વોલીબોલ, ખો-ખો, કબડ્ડી, રાઇફલ શુટીંગ, ચેસ અને સ્વિમિંગની રમતો માટે પસંદ થયેલા વધુમાં વધુ ૫૦ ખેલાડીઓ ભાગ લઇ શકશે, જેમાં ભાગ લેવા માગતા ખેલાડીઓએ તા.૨૬ મેથી ૪ જુન દરમ્યાન શ્રી ઠક્કરબાપા કુમાર છાત્રાલય, ઇગલ પેટ્રોલ પંપ રોડ, રાજકોટ ખાતે રીપોર્ટીંગ કરવાનું રહેશે, જયાં તા.૨૬ મેએ સવારે ૧૦.૦૦ વાગ્યે પ્રાદેશિક કેમ્પનો શુભારંભ સમારંભ યોજાશે. આ સમારંભના અધ્યક્ષપદે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેકટર જનરલ શ્રી સંદિપ પ્રધાન તથા જીનિયસ સ્કુલના ટ્રસ્ટીશ્રી ડી.વી.મહેતા ઉપસ્થિત રહેશે, તેમ રાજકોટના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સીનિયર કોચની યાદીમાં જણાવાયું છે. આરોગ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાનારી જિલ્લા આયોજન મંડળની બેઠક રાજકોટ તા. ૨૫ મેઃ- રાજયના આરોગ્ય, તબીબી શિક્ષણ, પરિવાર કલ્યાણ, માર્ગ અને મકાન, પાટનગર યોજના વિભાગના મંત્રીશ્રી નિતિનભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને રાજકોટ જીલ્લા આયોજન મંડળની બેઠક તા. ૨૭/૦૫/૨૦૧૬ ના રોજ બપોરે ૨.૦૦ વાગ્યે નવી કલેકટર કચેરીના સભાખંડ, ત્રીજો.માળ, રાજકોટ ખાતે યોજાશે. સંબંધ્િત સરકારી વિભાગના અધિકારીઓને આ અબેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા જિલ્લા કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે. ‘‘ઉજાલા’’ ગુજરાત યોજના મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાનારો શુભારંભ સમારંભ ૩૦૦ રૂ.ના બજારભાવનો એલ.ઇ.ડી.લેમ્પ રાજયસરકાર માત્ર રૂ. ૯૦ માં આપશે. રાજકોટ તા. ૨૫ મે – ‘‘ઉજાલા’’ ગુજરાત યોજનાનો શુભારંભ ૨૬મી મેના રોજ સવારે ૮.૩૦ વાગ્યે શ્રી રમેશભાઇ પારેખ ઓપન એર થીયેટર, રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે યોજાશે. રાજયસરકાર દ્વારા સમગ્ર રાજયમાં તા.૨૬ મે-૨૦૧૬થી ‘‘ઉજાલા’’ ગુજરાત યોજનાનું અમલીકરણ કરવામાં આવશે. વીજબચતને પ્રોત્સાહિત કરી જાહેર જનતાના વીજળીના બિલમાં ઘટાડો કરવાનો અને વીજમાંગમાં ઘટાડો કરી પર્યાવરણ બચાવવામાં મદદરૂપ થવાના શુભાશયથી લાગુ થનારી આ યોજના કેન્દ્ર સરકાર પ્રેરિત છે. રાજયની આઠ મહાનગરપાલિકામાં એકી સાથે આ યોજનાનો શુભારંભ કાર્યક્રમ યોજાશે. રાજકોટ ખાતે યોજાનાર કાર્યક્રમમાં રાજયસરકારના મંત્રીશ્રીઓ સર્વશ્રી વિજયભાઇ રૂપાણી, શ્રી ગોવિંદભાઇ પટેલ અને શ્રી જયેશભાઇ રાદડિયા, કેન્દ્રીય મંત્રીશ્રી મોહનભાઇ કુંડારિયા, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ધારાસભ્યો શ્રીમતિ ભાનુબેન બાબરિયા તથા શ્રી ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ ઉપસ્થિત રહેશે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ(પી.જી.વી.સી.એલ.) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવશ્રી એલ.ચુઆંગો અને પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડીરેકટર શ્રી એચ.આર.સુથાર પણ ઉપસ્થિત રહેશે. પી.જી.વી.સી.એલ. દ્વારા આ કાર્યક્રમમાં સ્થળ પર ૧૦ લાભાર્થીઓને એલ.ઇ.ડી.લેમ્પનું, સોલાર હોમ લાઇટ અને સોલાર પંપ યોજનાના પાંચ-પાંચ લાભાર્થીઓને પ્રમાણપત્રોનું, તથા શહેર અને ગ્રામ્ય વિસ્તરના ઝૂંપડપટ્ટી અને એસ.સી.એસ.પી. યોજનાના પાંચ-પાંચ લાભાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવશે. ‘‘ઉજાલા’’ ગુજરાત યોજના હેઠળ પી.જી.વી.સી.એલ.ની દરેક સ્થાનિક પેટા વિભાગીય કચેરી ખાતેથી કોઇ પણ ગ્રાહક ૯ વોટના એલ.ઇ.ડી.લેમ્પ રૂ. ૯૦.૦૦ના ભાવે મળી શકશે, જેનો બજારભાવ રૂ. ૩૦૦ છે, અને તેનાથી પ્રતિ વર્ષ રૂ. ૩૩૬ની વીજબચત થઇ શકશે. એક ગ્રાહકને વધુમાં વધુ ૧૦ એલ.ઇ.ડી. લેમ્પ મળી શકશે, જે મેળવવા માટે છેલ્લા વીજબિલની અને ફોટો આઇ.ડી.પૃફની ઝેરોકસ અને ઓરીજીનલ સાથે લાવવાની રહેશે. રાજકોટ ખાતે ૨૭મી મે ના રોજ આરોગ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલના હસ્તે મુખ્યમંત્રી આવાસ તથા સફાઇ કામદારો માટેના આવાસોનો ડ્રો યોજાશે રાજકોટ તા. ૨૫ મેઃ- આગામી તા. ૨૭મી મેના રોજ આરોગ્ય, તબીબી શિક્ષણ, પરિવાર કલ્યાણ, માર્ગ અને મકાન, પાટનગર યોજના વિભાગના મંત્રીશ્રી નિતિનભાઇ પટેલના હસ્તે વિવિધ વિકાસકામોના શુભારંભ અને ડ્રોના કાર્યક્રમો યોજાશે. રાજકોટ મહાનગરપાલીકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રેસકોર્ષ ખાતે રસ્તા બ્યુટીફિકેશન કામનું ખાતમુહૂર્ત, વોર્ડનં-૩ ખાતેના પોપટપરા વિસ્તારના મુખ્યમંત્રી આવાસ યોજના, સફાઇ કામદારો માટેના આવાસોના નંબર ફાળવણીનો ડ્રો, આજી ફિલ્ટર પ્લાન્ટ પાસે નિર્માણ પામેલ ઇ.એસ.આર./ જી.એસ.આર.નું લોકાર્પણ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે કરવામાં આવશે. જેમાં પાણી પુરવઠા અને શ્રમ તથા રોજગાર વિભાગનાના મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય કૃષિ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ રાજયમંત્રી શ્રી ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્યશ્રી ભાનુબેન બાબરીયા, મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરી, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય તથા ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ સહિતના હોદ્દેદારો અને કોર્પોરેટરો ઉપસ્થિત રહેશે ‘‘ઉજાલા’’ ગુજરાત યોજના રાજયભરમાં ૨૬ મેથી અમલી થનારી યોજના અન્વયે ૩૦૦ રૂ.ના બજારભાવનો એલ.ઇ.ડી.લેમ્પ રાજયસરકાર માત્ર રૂ. ૯૦ માં આપશે. થ્રી યર્સ ફ્રી રીપ્લેસમેન્ટવાળા એક લેમ્પથી થનારી રૂ. ૩૩૬ની વાર્ષિક બચત આલેખનઃ- સોનલ જોષીપુરા, રાજકોટ રાજયભરમાં વીજળીની બચત કરવાના હેતુસર રાજયસરકાર દ્વારા સમગ્ર રાજયમાં તા.૨૬ મે-૨૦૧૬થી ‘‘ઉજાલા’’ ગુજરાત યોજનાનો શુભારંભ કરવામાં આવશે. વીજબચતને પ્રોત્સાહિત કરી જાહેર જનતાના વીજળીના બિલમાં ઘટાડો કરવાનો અને વીજમાંગમાં ઘટાડો કરી પર્યાવરણ બચાવવામાં મદદરૂપ થવાના શુભાશયથી લાગુ થનારી આ યોજના કેન્દ્ર સરકાર પ્રેરિત છે. ‘‘ઉજાલા’’ ગુજરાત યોજના હેઠળ પી.જી.વી.સી.એલ.ની દરેક સ્થાનિક પેટા વિભાગીય કચેરી ખાતેથી કોઇ પણ ગ્રાહક ૯ વોટના એલ.ઇ.ડી.લેમ્પ રૂ. ૯૦.૦૦ના ભાવે મળી શકશે, જેનો બજારભાવ રૂ. ૩૦૦ છે, અને તેનાથી પ્રતિ વર્ષ રૂ. ૩૩૬ની વીજબચત થઇ શકશે. એક ગ્રાહક ગમે તેટલા એલ.ઇ.ડી. લેમ્પ ખરીદી શકશે, જે મેળવવા માટે છેલ્લા વીજબિલની અને ફોટો આઇ.ડી.પૃફની ઝેરોકસ અને ઓરીજીનલ સાથે લાવવાની રહેશે. આ યોજના હેઠળ રોકડેથી લેમ્પ ખરીદનારે એક લેમ્પના રૂ. ૯૦ જયારે હપ્તેથી લેમ્પ ખરીદનાર ગ્રાહકોને રૂ. ૯૫ના ભાવે એલ.ઇ.ડી.લેમ્પ મળી શકશે. હપ્તેથી લેમ્પ ખરીદવા માટે ઝીરો ડાઉન પેમેન્ટ રહેશે, દ્વિમાસિક વીજબિલધારકે પાંચ હપ્તામાં અને માસિક વીજબિલધારકે દસ હપ્તામાં લેમ્પની કિંમત ચુકવવાની રહેશે. એક વીજબિલ દીઠ હપ્તેથી મહત્તમ ૧૦ નંગ લેમ્પ મળી શકશે. અને ૩ વર્ષની ફ્રી રીપ્લેસમેન્ટ વોરંટી પણ આપવામાં આવશે. આ લેમ્પ શ્રી રમેશભાઇ પારેખ ઓપન એર થીયેટર, રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે ૨૬મીમે અને બાકીના દિવસો દરમ્યાન સંબંધિત સબ-ડિવિઝન્સમાં પણ રોજના સાડા ત્રણ કલાક વાપરવાથી એક વર્ષમાં ૬૦ વોટનો સાદો લેમ્પ ૭૬.૬૫ વીજ યુનિટ જયારે ૯ વોટનો એલ.ઇ.ડી. લેમ્પ ૬૫.૧૫ વીજ યુનિટ વાપરે છે. આમ, માત્ર એક લેમ્પ પણ વરસના ૧૧.૫૦ યુજિટ બચાવે છે, જેનાથી રૂ. ૩૩૬ની ચોખ્ખી બચત થાય છે. વળી, એલ.ઇ.ડી.લેમ્પ ઓછા વોલ્ટેજે સારો પ્રકાશ આપે છે. અને સામાન્ય લેમ્પની સરખામણીએ તેનું આયુષ્ય ૨૦ વર્ષ વધારે છે. ગીર-સોમનાથ જિલ્લામાં ઉનાળા દરમ્યાન પીવાના પાણી માટે ટેંન્કર/ભાડેપાણી/ બોર/હેન્ડપંપ જેવા કામો મંજૂર કરાયા ગીર-સોમનાથ તા. -૨૫, ગીર-સોમનાથ જિલ્લામાં ચાલુ ઉનાળા દરમ્યાન પીવાના પાણીની માંગણી અન્વયે કલેકટરશ્રી ગીર-સોમનાથ દ્વારા ઉના, ગીરગઢડા, તાલાલા, સુત્રાપાડા અને વેરાવળ તાલુકા પાણી સમિતીમાંથી મંજુરી માટે આવેલ અલગ-અલગ ગામોની જિલ્લા પાણી સમિતિમાં કલેકટરશ્રી ગીર-સોમનાથની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં પ્રાંત અધિકારીશ્રી ઉના/વેરાવળ તથા પાણી પૂરવઠા વિભાગના સંબંધિત અધિકારીઓની ઉપસ્થિતમાં જરૂરીયાત વાળા ગામો બાબતે વિગતવાર ચર્ચા કરી ૧૪ ગામોમાં ટેંન્કર/ ફેરા વધારવા/ ભાડે પાણી, ૨૨ ગામોમાં બોર/ હેન્ડપંપ તથા ૮ ગામોમાં મશીનરી/ અન્ય આનુસંગીક કામો મંજુર કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં જિલ્લા પાણી સમિતિમાં કુલ ૨૪ ગામોમાં ટેન્કર/ ફેરા વધારવા/ ભાડે પાણી, ૨૫ ગામોમાં બોર/ હેન્ડપંપ તથા ૧૨ ગામોમાં મશીનરી/ અન્ય આનુસંગીક કામો મંજુર કરવામાં આવ્યા હોવાનું કાર્યપાલક ઇજનેરશ્રી (જા.આ.બા.વિભાગ) વેરાવળની યાદીમાં જણાવાયું છે મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીશ્રીનાં કાર્યક્રમ સંદર્ભે વેરાવળ ખાતે બેઠક યોજાઇ ગીર-સોમનાથ તા. ૨૫, તા. ૩૦ મે નાં રોજ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ તેમજ કેન્દ્રનાં માર્ગ, ટ્રાન્સપોર્ટ અને શીપીંગ મંત્રીશ્રી નીતીનભાઇ ગડકરી વેરાવળ ખાતે આવનાર છે. તેમના આ કાર્યક્રમનાં આયોજન માટે આજે જિલ્લા કલેકટર ડો.અજયકુમારનાં અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, વેરાવળ ખાતે બેઠક યોજવામાં આવી હતી. ભાવનગર-સોમનાથ હાઇવેનાં ખાતમહુર્ત પ્રસંગે મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલ અને કેન્દ્રીય મંત્રીશ્રી ગડકરી વેરાવળ-સોમનાથ ખાતે આવનાર છે. આ કાર્યક્રમ સંદર્ભે પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા સલામતી વ્યવસ્થા તેમજ કાર્યક્રમમાં સહભાગી થનાર લોકોની વ્યવસ્થા માટે જિલ્લા કલેકટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ સંદર્ભે સબંધિત તમામ વિભાગો દ્વારા કરવાની થતી કામગીરી તેનું ચોક્કસ અમલીકરણ કરવા ઉપરાંત સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રીએ અધિકારીઓને સુચનાઓ આપી હતી. બેઠકની કાર્યવાહીનું સંચાલન અધિક કલેકટરશ્રી પરિમલ પંડ્યાઅ કર્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક કાલરીયા, પોલીસ, માર્ગ-મકાન, પાણી પૂરવઠા સહિત તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોરવાવ, આકોલવાડી, વીરપુર ખાતે તા. ૨૭ નાં રોજ આધારકાર્ડ કેમ્પ યોજાશે ગીર-સોમનાથ તા. ૨૫, તાલાળા તાલુકાનાં બોરવાવ, આકોલવાડી, વીરપુર અને જશાધાર ખાતે તા. ૨૭ મે નાં રોજ પ્રાથમિક શાળામાં આધારકાર્ડ માટે કેમ્પ યોજાશે. વીના મૂલ્યે અપાનાર આધાર કાર્ડ જેમને બાકી હોય તેમણે કઢાવી લેવા તાલાળા મામલતદારશ્રી રાયકુંડીયાની યાદીમાં જણાવાયું છે. રૂ. ૪૮૦૦ કરોડનાં ખર્ચે ૨૫૬ કિ.મી. ભાવનગર-સોમનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ બનશે ગીર-સોમનાથ તા. ૨૫, ભાવનગર થી સોમનાથ ૨૫૬ કિ.મી. રાષ્ટ્રીય માર્ગનું અંદાજીત રૂ. ૪૮૦૦ કરોડનાં ખર્ચે ૩૦ માસમાં બાંધકામ પૂર્ણ કરાશે. તેમ આ યોજનાનાં પ્રોજેક્ટ ડાયરેકટર રાજેન્દ્ર ભાટીએ જણાવ્યું હતું. વેરાવળ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડો.અજયકુમારનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં તેમણે વધુમાં કહ્યું કે, આ રોડ ૪ લેન રહેશે. જેમાં ૨૪ મોટાપુલ, ૧૨૯ નાના પુલ, ૩૩૦ નાળા, ૪ રેલ્વે પુલ, ૫ ઓવરબ્રીજ અને ૧૯ બાયપાસ રસ્તાનું નિર્માણ થવાનું છે. આ પરિ યોજના ભાવનગરથી શરૂ થઇ તળાજા, મહુવા, ઉના, કોડીનાર થી પસાર થઇ વેરાવળ ખાતે પૂર્ણ થશે. આ પ્રોજેક્ટ અલંગ બંદર, પીપાવાવ બંદર, ઘોઘા જાફરાબાદ અને વેરાવળ બંદરને જોડશે. તેમ આ યોજનાનાં ટેકનીકલ પ્રબંધક અમરીશ માનકરે જણાવ્યું હતું. ભારતીય રાજમાર્ગ વિભાગ દ્વારા નિર્માણ થનાર આ યોજનાનો બાંધકામનો ખર્ચ રૂ. ૩૬૦૦ કરોડ તેમજ જમીન સંપાદન / પુનવર્સન ખર્ચ સહિત કુલ રૂ. ૪૮૦૦ કરોડ અંદાજવામાં આવેલ છે. આ યોજના હાઇબ્રિડ એન્યુટી અનુસાર બનશે. રોડ સીમેન્ટ કોક્રીટ નો કરવામાં આવશે જેની ડિઝાઇન ૩૦ વર્ષની રહેશે. તેમશ્રી ભાટીએ વધુમાં જણાવ્યું હતું. તાલાળાનાં ધણેજ, ખીરધાર, ગલીયાવળ અને ચીત્રાવડ ખાતે તા. ૨૬ નાં રોજ આધારકાર્ડ કેમ્પ યોજાશે ગીર-સોમનાથ તા. ૨૫, તાલાળા તાલુકાનાં ધણેજ, ખીરધાર, ગલીયાવળ અને ચીત્રાવડ પ્રા.શાળામાં તા. ૨૬ મે નાં રોજ આધારકાર્ડ કાઢવા માટે કેમ્પ યોજાશે. આથી આ ગામનાં લોકોએ તેમનાં આધાર કાર્ડ કઢાવી લેવા મામલતદાર તાલાળાની યાદીમાં જણાવાયું છે તા. ૨૬ અને ૨૭ મે નાં રોજ કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે કૃષિ મહોત્સવ યોજાશે ગીર-સોમનાથ તા. ૨૫, તા. ૨૬ અને ૨૭ મે નાં રોજ કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે વેરાવળ, સુત્રાપાડા અને તાલાળા તાલુકાનાં ખેડૂતો માટે કૃષિ મહોત્સવ યોજાશે. સવારે ૦૮:૩૦ કલાકે કૃષિ રાજ્યમંત્રીશ્રી જશાભાઇ બારડ આ કૃષિ મહોત્સવનું ઉદઘાટન કરશે. જેમાં ખેડૂત ભાઇ-બહેનોને ઉપસ્થિત રહેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે. આ પસંગે ખેતી વિષયક માર્ગદર્શન આપતા ૫૦ જેટલો સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. રી-સરવે પ્રોજેક્ટ અંતર્ગત ધારી તાલુકાના ૩૦ ગામોની માપણી કરવામાં આવશે અમરેલી તા.૨૫ મે-૨૦૧૬ બુધવાર,જિલ્લાણ નિરીક્ષકશ્રી-જમીન દફતર-અમરેલીની એક યાદીમાં જણાવ્યાનુસાર, રી-સરવે પ્રોજેક્ટ અંતર્ગત અમરેલી જિલ્લા‍ના ધારી તાલુકાના ૩૦ ગામોની માપણી શરૂ કરવામાં આવનાર છે. (૧) ઢોલરવા અને મીઠાપુર (ડુંગરી)-તા.૩૧ મે થી તા.૨ જુન, (૨) ગોપાલગ્રામ- તા.૩૧ મે થી તા.૪ જુન, (૩) ચલાલા-તા.૩ થી તા.૮ જુન, (૪) કમી-તા.૫ થી તા.૭ જુન, (૫) પાણીયા (દેવ)-તા.૩ થી તા.૭ જુન, (૬) સમઢીયાળા નાના-તા.૯ થી તા.૧૦ જુન, (૭) દિતલા-તા.૮ થી તા.૯ જુન, (૮) નવા ચરખા- તા.૮ થી તા.૧૧ જુન, (૯) જુના ચરખા-તા.૧૧ થી તા.૧૪ જુન, (૧૦) ગરમલી (ચરખા)-તા.૧૦ થી તા.૧૧ જુન, (૧૧) કથીવદર-તા.૧૩ થી તા.૧૪ જુન, (૧૨) પરબડી-તા.૧૫ થી તા.૧૬ જુન, (૧૩) દહીંડા-તા.૧૩ થી તા.૧૪ જુન, (૧૪) માણાવાવ-તા.૧૫ થી તા.૨૦ જુન, (૧૫) મોરઝર-તા.૧૭ થી તા.૧૮, (૧૬) ઝર-તા.૧૫ થી તા.૧૭ જુન, (૧૮) છતડીયા-તા.૨૧ થી તા.૨૩ જુન, (૧૯) શેલ ખંભાળીયા- તા.૧૯ થી તા.૨૦ જુન, (૨૦) ધારગણી-તા.૧૮ થી તા.૨૩ જુન, (૨૧) ગરમલી નાની-તા.૨૩ થી તા.૨૪ જુન, (૨૨) ગરમલી મોટી-તા.૨૧ થી તા.૨૨ જુન, (૨૩) વાવડી-તા.૨૪ થી તા.૨૫ જુન, (૨૪) નાગધ્રા-તા.૨૫ થી તા.૨૭ જુન, (૨૫) લાખાપાદર-તા.૨૩ થી તા.૨૭ જુન, (૨૬) કરેણ-તા.૨૭ થી તા.૨૮ જુન, (૨૭) વાઘવડી-તા.૨૮ થી તા.૩૦ જુન, (૨૮) રામપરા-તા.૨૮ થી તા.૨૯ જુન, (૨૯) હુડલી-તા.૨૯ જુન થી તા.૨ જુલાઇ, (૩૦) ફતેગઢ-તા.૧ થી તા.૩ જુલાઇ. ખાતેદારોએ નિયત તારીખે પોતાના ગામમાં ઉપસ્થિ ત રહેવા અપીલ કરવામાં આવી છે. આઇ-ખેડુત પોર્ટલ પર સહાય માટેની અરજી કરનાર બાગાયતદાર ખેડુતોએ સાધનિક પુરાવાઓ સાથે અરજી તાત્કા લિક પહોંચતી કરવી નાયબ બાગાયત નિયામકશ્રી-અમરેલીની એક યાદીમાં જણાવ્યાનુસાર, અમરેલી જિલ્લાીમાં બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાય યોજનાઓમાં વર્ષ ૨૦૧૬-૧૭માં તા.૧ થી તા.૩૧ માર્ચ-૨૦૧૬ દરમિયાન બાગાયત ખાતામાં આઇ-ખેડુત પોર્ટલ http://ikhedut.gujarat.gov.in પર જે બાગાયતદાર ખેડુતમિત્રોએ ઓનલાઇન અરજી કરી હોય પરંતુ આધારકાર્ડ નંબર કે આધારકાર્ડની નકલ અરજી સાથે સામેલ રાખી ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડુતોએ ઘટતા તમામ સાધનિક પુરાવાઓ સાથે જે-તે તાલુકાના બાગાયત અધિકારીશ્રી કે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બાગાયત ભવન, સરદાર ચોક, ચક્કરગઢ રોડ-અમરેલી ખાતે તાત્કા લિક પહોંચતી કરવાની રહેશે. કૃષિ મહોત્સાવ-૨૦૧૬ અંતર્ગત રાજુલા અને ખાંભા તાલુકાનો કૃષિ મહોત્સતવ કાર્યક્રમ સંપન્નો અમરેલી તા.૨૫ મે-૨૦૧૬ બુધવાર,અમરેલી જિલ્લાઢના રાજુલા સ્થિ્ત એ.પી.એમ.સી. ખાતે રાજુલા અને ખાંભા તાલુકાનો કૃષિ મહોત્સ વ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્યલશ્રી હિરાભાઇ સોલંકીએ દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યોય હતો. ધારાસભ્યટશ્રી હિરાભાઇ સોલંકીએ, રાજય સરકાર દ્વારા યોજવામાં આવતા કૃષિ મહોત્સરવ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્પ‍ષ્ટર કરી ખેતીલક્ષી યોજનાઓની વિગતો જણાવી હતી. તેમણે ખેડૂતોને કૃષિલક્ષી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. પ્રવર્તમાન સમયે ખેતીમાં આવશ્યક પરિવર્તનોની જરૂરિયાત અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવતા માર્ગદર્શન અને માહિતીનો યોગ્ય રીતે અમલ કરી ખેતીમાં આધુનિક અભિગમ અપનાવવા તેમણે અનુરોધ કર્યો હતો. શ્રી સોલંકીએ કૃષિલક્ષી અંદાજે ૫૦ સ્ટોણલ્સનું નિરીક્ષણ કર્યુ હતુ. તેમણે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક અને એવોર્ડ વિજેતા ખેડૂતોને પુરસ્કાર તથા કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યા. હતા. શાબ્દિથક સ્વાેગત જિલ્લાે ખેતીવાડી અધિકારીશ્રી ડી.જી. રાઠોડે કર્યુ હતુ, તેમણે ખેડૂત ભાઇ-બહેનોને કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનનો લાભ લઇ તેનો ખેતીમાં અમલ કરવા અનુરોધ કર્યો હતો. આભારવિધી નાયબ ખેતી નિયામકશ્રી પી.આર. સોડવડિયાએ કર્યુ હતુ. નાયબ બાગાયતી નિયામકશ્રી એમ.બી. વાઘમસીએ બાગાયતી પાકોની ખેતી વિશે માહિતી આપી હતી. કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓએ ખેતી વિશે માર્ગદર્શન આપ્યું હતુ. આ પ્રસંગે એપીએમસી ચેરમેન શ્રી જીજ્ઞેશભાઇ પટેલ, વાઇસ ચેરમેનશ્રી તથા જિલ્લાી-તાલુકા પંચાયતના સદસ્યમશ્રીઓ રાજુલા અને ખાંભા તાલુકાના ખેડૂતો ઉપસ્થિનત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના નેતૃત્વમાં ગતિશીલ ગુજરાતની પ્રગતિશીલ કાર્યસિદ્ધિ..... ખેડૂતોની આવક બમણી કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય : અંદાજપત્રમાં ખેડૂતો માટે રૂ.૨૭ હજાર કરોડની જોગવાઇ • છેલ્લા દશકામાં ગુજરાતનો સરેરાશ કૃષિ વિકાસ દર ૧૦ ટકા • કૃષિમહોત્સવના પરિણાામે ગુજરાતમાં બીજી હરિતક્રાંતિ • ખેડૂતો – ગ્રામીણ યુવાનોની આર્થિક સમૃદ્ધિ માટે કૃષિ વ્યવસાયની નીતિ જાહેર • રવિકૃષિ મહોત્સવનો સફળ નવતર અભિગમ • જૈવિક ખેતીને પ્રોત્સાહન અપાશે - જૈવિક નીતિ-૨૦૧૫ જાહેર કરાઇ : દેશમાં પ્રથમવાર ગુજરાતમાં જૈવિક યુનિવર્સિટી નિર્માણની જાહેરાત • ખરીફ પાક માટે ખેડૂતોને ૩ લાખ સુધીનું માત્ર ૧ ટકાના દરે કૃષિ ધિરાણ • E-NAM હેઠળ પ્રથમવાર રાજ્યના ત્રણ માર્કેટ યાર્ડની પસંદગી • પ્રધાનમંત્રી પાક વિમા યોજના હેઠળ ખરીફ-રવિ પાકમાં માત્ર ૨ અને ૧.૫ ટકાના દરે કુદરતી આફતો સામે રક્ષણ • સેન્ટર ફોર પેરીશેબલ કાર્ગોનો પ્રારંભ : ખેડૂતો હવે અમદાવાદથી ખેત પેદાશો વિદેશમાં મોકલી શકશે • ખેડૂતોને ૧ લાખ કૃષિ વીજ જોડાણો આપવાનું લક્ષ્યાંક • સિંચાઇ માટે રૂ.૧૪,૦૦૦ કરોડથી વધુ રકમની ફાળવણી • સૂક્ષ્મ પિયત પદ્ધતિ માટે ખેડૂતોને રૂ.૧૩૮૫ કરોડની સબસીડી • એગ્રો ફુડ પ્રોસેસીંગ ક્ષેત્રે ગુજરાતનું ‘અમૂલ’ વિશ્વનું સફળત્તમ મોડેલ કૃષિ પર નિર્ભર એવા આપણા અર્થતંત્રમાં જગતના તાત એવા ખેડૂતની આવક બમણી કરીને ખેડૂત જ નહીં પણ રાજ્યને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાનું લક્ષ્ય વર્તમાન ગતિશીલ સરકારે નક્કી કર્યું છે. પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ખેડૂતપૂત્રી શ્રીમતી આનંદીબહેન પટેલની સરકારે કૃષિને ખાસ પ્રાધાન્ય આપ્યું છે. કિસાનોની આવક વધે તે દિશામાં મક્કમ પગલાં ભરીને ખેડૂત કલ્યાણની અનેકવિધ યોજના અમલી બનાવી છે. રાજ્ય સરકારે ચાલુ વર્ષના અંદાજપત્રમાં ખેડૂતો માટે રૂ.૨૭,૦૦૦ કરોડની માતબર રકમની ફાળવણી કરી છે જે રાજ્ય સરકારની ખેડૂતહીતલક્ષી નીતિ દર્શાવે છે. ખેડૂતોની આવક બમણી... ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં પ્રથમ કદમ એટલે “કૃષિ મહોત્સવ”. ગુજરાત સરકારે વર્ષ ૨૦૦૫થી તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત-ભરમાં રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કૃષિ મહોત્સવમાં લેબ ટુ લેન્ડ એપ્રોચ દ્વારા કૃષિ વૈજ્ઞાનિકોએ આધુનિક કૃષિ જ્ઞાનને યુનિવર્સિટીમાંથી ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડ્યું. ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા થયા. તેમણે નવી ખેતી પદ્ધતિ યંત્રની સમજ આપી. સમય જતાં આ કૃષિ મહોત્સવ કિસાનો માટે ઓપન હરતી ફરતી યુનિવર્સિટી બની ગયા. જેના ફળ આજે ગુજરાતના ખેડૂતો લણી રહ્યા છે. આ કૃષિ મહોત્સવના પરિણામે દેશભરની બીજી હરિત ક્રાંતિનું ગુજરાતે નેતૃત્વ લીધું. ઉત્પાદનમાં વધારો થયો અને ખર્ચમાં ઘટાડો થયો. ગુજરાતનો કિસાન આજે એક પાકની જગ્યાએ બે પાક લેતો થયો છે. સૂકા ગણાતા ગુજરાતના પ્રદેશે છેલ્લા દશકમાં ૧૦% સરેરાશ કૃષિ વિકાસ દર જાળવી રાખ્યો છે. કૃષિ મહોત્સવમાં ખેતીની સાથે-સાથે પશુપાલન ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો. કૃષિ મહોત્સવમાં પશુ આરોગ્ય મેળા યોજીને પશુઓ નિરોગી અને સ્વસ્થ બનીને કઇ રીતે વધુ દૂધ આપે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું. જેના પરિણામે દૂધ ઉત્પાદન કરતા રાજ્યોમાં ગુજરાતનો હિસ્સો નોંધપાત્ર બન્યો છે, એટલું જ નહીં પશુપાલન સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રીશ્રી પોતે એક ખેડૂતની દિકરી હોવાના નાતે ખેડૂતોને રવિ અને ઉનાળુ સિઝનમાં ખાસ માર્ગદર્શન મળી રહે તે હેતુથી રાજ્યમાં પ્રથમવાર ૨૦૧૪થી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેડૂતો અને ગ્રામીણ યુવાનોને વધુને વધુ સમૃદ્ધ બનાવવાના હેતુથી રાજ્ય સરકારે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ – ૨૦૧૬ જાહેર કરી છે. આ નીતિ અંતર્ગત એગ્રી ક્લસ્ટરોનો વિકાસ કરીને ખેતરથી માંડીને વિદેશ સુધીની સમગ્ર વેલ્યુ ચેઇનને વધુ સુદ્દઢ બનાવવાને પ્રાધાન્ય અપાશે. એગ્રી વેસ્ટમાં વેલ્યુ એડીશન કરવાના નવતર પ્રયાસો હાથ ધરવામાં આવશે. પરિણામે ખેત પેદાશોમાં થતો બગાડ અટકશે અને સાથે-સાથે ખેડૂતોને વધારાની આવક પણ મળશે. ગુજરાતનો કિસાન હવેથી વિશ્વના અન્ય દેશો સાથે ખેત ઉત્પાદનની વિવિધ પેદાશોનો વેપાર કરી શક્શે. ખેડૂતો પોતાની કૃષિ પેદાશોની નિકાસ કરી શકે તે માટે અમદાવાદ એરપોર્ટ ખાતે તાજેતરમાં ગુજરાત એગ્રો દ્વારા સેન્ટર ફોર પેરીશેબલ કાર્ગો શરૂ કરવામાં આવ્યું છે. જેથી હવે ગુજરાતના ખેડૂતને ખેત નિકાસ માટે મુંબઇ કે દિલ્હી સુધી જવું પડશે નહીં. રાજ્ય સરકારે “ડિજીટલ ગુજરાત” અભિયાનનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે પણ કર્યો છે. કિસાનો માટે શરૂ કરવામાં આવેલા આઇ-ખેડૂત પોર્ટલ પર ૧૬.૬૮ લાખ જેટલા કિસાનોએ નોંધણી કરાવી છે. ખેડૂતોને ખરીફ પાક માટે રાજ્ય સરકાર ૩ લાખ સુધીનું કૃષિ ધિરાણ માત્ર ૧ ટકાના દરે આપવાનું નક્કી કર્યું છે, જેનો સીધો લાભ રાજ્યના ૩૮ લાખથી વધુ ખેડૂતોને થશે. ખેડૂતોની આવક બમણી... ખેડૂત હિત લક્ષી પ્રધાનમંત્રી પાક વીમા યોજના માટે કરોડોની રકમ ચાલુ વર્ષના રાજ્ય સરકારના બજેટમાં ફાળવવામાં આવી છે. જેના પરિણામે ખરીફ પાકમાં માત્ર ૨ ટકા તેમજ રવિ પાકમાં ૧.૫ ટકાના દરે કુદરતી આફતો સામે પાકને રક્ષણ મળશે. ગુજરાતે જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જૈવિક નીતિ-૨૦૧૫ બનાવી છે. જેમાં ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.૫,૦૦૦ની સહાય આપવામાં આવે છે. જેના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમાં દેશમાં પ્રથમવાર જૈવિક યુનિવર્સિટીના નિર્માણ માટે રૂ.૧૦ કરોડ જેટલી માતબર રકમ પણ ફાળવી છે. સમગ્ર દેશના ખેડૂતો પોતાની ખેત પેદાશો ઓન-લાઇન પોતાને પરવડતા ભાવે વેચી શકે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરાયેલી ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (E-NAM) પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં પસંદ કરાયેલા કુલ ૨૧ માર્કેટ યાર્ડમાં ગુજરાતના ત્રણ હિંમતનગર, પાટણ અને બોટાદ માર્કેટ યાર્ડનો સમાવેશ કરાયો હતો. જે ગુજરાતના ખેડૂતો માટે ગૌરવ સમાન છે. રાજ્ય સરકારે કિસાનોને સિંચાઇ માટે સતત વીજ પુરવઠો મળે તે માટે “ખુશી” યોજના જાહેર કરી છે. સિંચાઇને વધુ પ્રાધાન્ય આપવાના હેતુથી ૧ લાખ નવા કૃષિ વીજ જોડાણ આપવાનું રાજ્ય સરકાર દ્વારા લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે, રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષથી સતત એક લાખ ખેડૂતોને વીજ જોડાણ આપ્યાં છે અને હવે આ વર્ષે પણ આ લક્ષ્યાંક સિદ્ધ કરવામાં આવશે. જમીનના પુરાવા લઇને તેનું વૈજ્ઞાનિક પદ્ધતિથી પૃથ્થકરણ કરીને જમીનની ગુણવત્તા માપવાના હેતુ સમગ્ર દેશમાં પ્રથમ વાર ગુજરાતના ખેડૂતો માટે સોઇલ હેલ્થ કાર્ડ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે યોજના આજે સમગ્ર દેશમાં અમલી બની છે. રાજ્યમાં સિંચાઇ વ્યવસ્થાને વધુને વધુ સુદ્દઢ બનાવવાના ઉદ્દેશથી ચાલુ વર્ષના બજેટમાં રૂ.૧૪,૦૦૦ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ૧૦થી વધુ જિલ્લાઓને સિંચાઇનું પાણી મળી રહે તે માટે સુજલામ્ સુફલામ્ યોજના દ્વારા ૩૩૨ કિમીની નહેરો તૈયાર કરી છે. જેનો લાભ ૭૦,૦૦૦થી વધુ ખેડૂતો લઇ રહ્યા છે. નર્મદાનું વહી જતું વધારાનું પાણી સૌરાષ્ટ્રને આપવા રાજ્ય સરકારે રૂ.૧૦ હજાર કરોડની ‘‘સૌની’’ યોજના અમલી બનાવી છે. રાજ્યમાં સિંચાઇના પાણીના સ્ત્રોતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સૂક્ષ્મ પિયત માટે ગ્રીન રિવોલ્યુશન કંપનીની સ્થાપના કરી છે. જેના પરિણામે રાજ્યમાં ગત બે વર્ષમાં ૪,૦૨,૭૭૩ હેક્ટર વિસ્તારમાં ૨,૫૧,૫૬૮ કિસાનોએ સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ અપનાવી છે. આ માટે સરકારે રૂ.૧૩૮૫ કરોડની સબસીડી પણ ખેડૂતોને આપી છે. રાજ્યમાં ખેડૂતોને આવક વધારવા અને ખર્ચ ઘટાડવાના હેતુથી જીએનએફસી દ્વારા રાજ્યના મોટા શહેરોના શહેરી ઘન કચરાને વૈજ્ઞાનિક રીતે ટ્રીટમેન્ટ કરીને તેમાંથી નર્મદા સીટી કમ્પોસ્ટ નામનું સેન્દ્રીય ખાતર તૈયાર કરવામાં આવે છે. જે તમામ પાકોમાં વધુ ઉત્પાદન માટે ઉપયોગી છે અને કિંમતમાં રાસાયણિક ખાતર કરતાં સસ્તું છે. આ પ્રકારે ગુજરાતના ખેડૂતો-પશુપાલકોની આવક બમણી કરવાના હેતુથી વર્તમાન ગતિશીલ સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. જેનો મહત્તમ લાભ આજે ગુજરાતનો ખેડૂત લઇ રહ્યો છે. સુરેન્દ્રખનગર ખાતે જિલ્લાબ સામાજીક ન્યાુય સમિતીની બેઠક યોજાઇ સુરેન્દ્રખનગરઃ જિલ્લાલ સામાજીક ન્યાાય સમિતિની બેઠક ગત તા.૧૯મી મે-૨૦૧૬ના રોજ જિલ્લાુ સામાજીક ન્યા‍ય સમિતિના ચેરમેનશ્રીના અધ્ય ક્ષસ્થાસને યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં સમાજ કલ્યાીણ શાખાની વિવિધ યોજનાઓની ચર્ચા કરવામાં આવેલ હતી. બાદમાં જિલ્લા પંચાયતના મીટીંગ હોલમાં દરેક તાલુકા સામાજીક ન્યાકય સમિતિના ચેરમેનશ્રીઓ સાથે શ્રી મીનાક્ષીબેન રાઠોડના અધ્યંક્ષસ્થામને બેઠક યોજવામાં આવી હતી. જેમાં સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવેલ હતાં. બેઠકમાં દરેક શાખાના અધિકારીઓ ઉપસ્થિ ત રહી તેમની શાખા હસ્તતકની કામગીરીની જાણકારી પુરી પડેલ હતી. સમગ્ર બેઠકનું સંચાલન શ્રી એલ.કે. મકવાણા અને શ્રી પી.એસ. વાઘેલાએ કર્યું હતું. આભારવિધિ સમાજ કલ્યારણ અધિકારીશ્રી એચ.આર. ડોસાણીએ કરી હતી. સુરેન્દ્રરનગર જિલ્લા માં રાષ્ટ્રી ય યુવાદળની ભરતી માટે અરજી કરવાની મુદત લંબાવાઇ સુરેન્દ્રરનગરઃ યુવાઓ માટે નેટવર્ક તૈયાર કરવા ભારત સરકારની યોજનાઓમાં ભાગ લેવા અને યુવા નેતા તરીકે બહાર આવવા સુરેન્દ્રનનગર જીલ્લાુમાં રાષ્ટ્રીોય યુવાદળની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવેલ હતી. જે અંગેની અરજી કરવાની મુદતમાં વધારો કરેલ હોઇ સુરેન્દ્રયનગર જિલ્લાામાં રાષ્ટ્રીસય યુવાદળની ભરતી માટે તારીખ ૩૧-૫-૨૦૧૬ સુધી અરજી કરી શકાશે. તેમ સુરેન્દ્રંનગર નહેરૂ યુવા કેન્દ્રાના જિલ્લાી યુવા સંયોજકની અખબારી યાદીમાં જણાવાયું છે. ત્રિવેણી ઠાંગા બંધમાં આગામી ચોમાસા દરમિયાન સાવચેતીના પગલાં અંગે જાહેર ચેતવણી સુરેન્દ્રવનગરઃ- ચોટીલાના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, સિંચાઈ યોજના પેટા વિભાગ નં. ૪/૧ની એક યાદીમાં જણાવ્યાબ મુજબ ત્રિવેણી ઠાંગા બંધમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરવાનું આયોજન છે. જેથી ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજના હેઠળ ઉપરવાસમાં આવતા ચોટીલા તાલુકાના રાજપરા, ચિરોડા-ઠાંગા, ડાકવડલા ગામો અને હેઠવાસમાં આવતા રામપરા(રાજ), શેખલીયા, મેવાસા અને લાંબા કોટડી ગામોમાં નદીના ભાગમાં અવર જવર ન કરવા તથા પશુ અને માલ મિલ્ક(ત સલામત સ્થાળે સ્થાાળાંતર કરી લેવાની સુચના સાથે જાહેર ચેતવણી આપવામાં આવે છે. આમ છતાં જો કોઈ વ્યક્તિ બેદરકારી રાખશે તો તેમને થયેલાં નુકસાનનું કોઈ વળતર આપવામાં આવશે નહી. આ ઉપરાંત સીમ તળાવના રસ્તાત પણ ડૂબમાં આવશે. આથી સાવચેતી પૂર્વક અવર જવર કરવા અને ડૂબમાં આવતી સંપાદન થયેલી જમીનમાં વાવેતર ન કરવા પણ વધુમાં જણાવાયું છે. જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાનના ૫૦ અવલોકનકારોનું તારણ આગામી ચોમાસામાં છેલ્લા દસ વર્ષનો સૌથી વધું વરસાદ થશે- વર્ષ ૧૨થી ૧૪ આની કૃષિ યુનિ ખાતે વર્ષા વિજ્ઞાનનો ૨૨માં સેમિનારમાં ૯૦ ટકા આગાહીકારોએ સૌરાષ્ટ્ર માં ૫૦ થી ૬૦ ઇંચ વરસાદ થવાના કારણો વર્તારા રૂપે રજુ કર્યા અવલોનકારોનાએકંદરતારણો ●૨૮ મે થી૬ જૂન સુધીમાં માવઠું થવાની સંભાવના●૧૩ જૂનથી ૨૮ જૂન સુધીમાં સર્વત્ર વાવણી ●જુલાઇના પ્રથમ સપ્‍તાહમાં ભારે વરસાદ●ગીર સોમનાથ ,જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં વાવણી● ભારે વરસાદ બાદ ૧૨થી ૧૫ દિવસનો ઓગ્ષ્‍ટના મધ્ય ભાગથી વાયરો વિરામ● ચોમાસુ લંબાશે, પાછોતરો વરસાદ થશે● નવેમ્બરમાં માવઠું થવાનું અવલોકન ● વરસાદના અનુમાનમાં ધ્યાને લેવાતા ૨૪ પરીબળોમાં ૧૯ પરિબળો વર્ષ ૨૦૦૬ના સૌથી સારા ચોમાસા જેવા હોવાનું અનુમાન જૂનાગઢ તા.૨૫ જૂનાગઢ કૃષિ યુનિ ખાતે આજે વર્ષા વિજ્ઞાન ૨૨મો સેમિનાર કૃષિ યુનિના સહયોગથી યોજાયો હતો.જેમાં ૫૦ અવલોકન કારોએ ભડલી વાકય, પશુ પંખીના લક્ષણો,પવની દિશા, વાદળનો કસ, વર્ષા રાણીમાં આવેલા ફુલ, ચૈત્રના દનૈયા, પાનખરની ઋતુ, મે મહિનાનું તાપમાન,વૃક્ષોના ફળો અને ખગોળશાસ્ત્રના અનુમાનો સહિત વિવિધ ૨૪ જેટલા પરીબળોનો પોતાની રીતે અભ્યાસ અને અવલોકન કરીને વર્ષ ૨૦૧૬નું ચોમાસુ સારામાં સારુ થશે તેવી સંભાવનાનું તારણ કાઢયું હતું. આગામી ચોમાસા ૧૨થી૧૪ આની અને સૌરાષ્ટ્રનમાં ૫૦ થી ૬૦ ઇંચ વરસાદ થવાની આગાહી કરી છે. મોટાભાગના અવલોકનકારોએ એવો મત વ્યકત કર્યો હતો કે તેમના અવલોકનમાં ચાલુ વર્ષે વર્ષ ૨૦૦૬ને મળતા લક્ષણો પ્રકૃતિમાં જોવા મળે છે. વર્ષ ૨૦૦૬માં પ૦થી ૬૦ ઇંચ વરસાદ થયો હતો.આ વર્ષે પણ સૌરારાષ્ટ્રજમાં સરેરાશ ૫૦થી ૬૦ અને કચ્છમાં ૨૫ થી ૩૦ ઇંચ વરસાદ થશે તેવી આગાહી કરી ચોમાસુ મોડે સુધી ચાલશે અને પાછોતરો વરસાદ થવાની સંભાવનાની સાથે નવેમ્બરમાં માવઠું થવાની આગાહી કરી હતી. વર્ષારાણીના છોડમાં ફુલ આવી ગયા હોવાથી ૨૮મે થી ૬ જૂન સુધીમાં માવઠું થવાની અને મોટાભાગના અનુમાનો ૧૩ જૂનથી ૨૮ જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ થવાના વર્તારા રજુ કરવામાં આવ્યા હતા. ચૈત્રનું એક દનૈયુ નબળુ ગયું હોવાથી મોટાભાગના આગાહીકારી કારોએ ૧૫ ઓગષ્ટાથી સપ્ટે મ્બર સુધીમાં ૧૦થી૧૫ દિવસ વાયરો વિરામ રહેશે અને બાદમાં પાછોતરો વરસાદ થશે તેમ જણાવી ૩૦ ટકા જેટલા આગાહિકારોએ જુલાઇમાં અતિવૃષ્ટીાની સંભાવના દર્શાવી છે. નવેમ્બરમાં પણ માવઠું થશે તેવી આગાહી કરી ચોમાસામાં ૪૦ થી ૫૦ દિવસ વરસાદના રહેશે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમના પ્રારંભે કૃષિ યુનિના કૃલપતિ ડો. પાઠકે જણાવ્યું હતું કે પ્રાચીન વર્ષા વિજ્ઞાન એ આપણી જૂની વરસાદના વરતારાની દેન છે. હવામાન, પવન અને પ્રકૃતિમાં જોવા મળતી અસર પરથી વાતાવરણમાં ફેરફાર થતા હોય છે તેને આધારે અનુમાન કરવું એક કોઠાસુઝ અને અભ્યાસ માંગી લેતો વિષય છે.છેલ્લા ૨૧ વર્ષથી જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન મંડળ ચાલે છે અને તેમાં સૌનો સહયોગ મળે છે એટલે આજે તેનો વધું વિકાસ થયો છે . અવલોનકારો આ જ્ઞાન નવી પેઢીનુ પણ આપે તેવો અનુરોધ તેઓએ કર્યો હતો. આ કાર્યક્રમમાં ૫૦ અવલોનકારોએ વરસાદ માટેના વરતારા માટે લીધેલ આધાર, જોવા મળેલી અસર અને ચોમાસુ સારા જવાના તારણો રજુ કરતો અહેવાલ રજુ કર્યો હતો. જેના આધારે ૧૧૦ પાનાનો સંપુટ બનાવવામાં આવ્યો હતો. મંડળના સભ્યોએ આગાહીકારોના અવલોકનો નોંધી તેનું સંકલન કર્યું હતું. ગયા વર્ષે જેની સંપુર્ણ આગાહી સાચી પડી તેવા પ્રવિણભાઇ વોરા, પરસોતમભાઇ રાજાણી અને પોપટભાઇનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મંડળના પ્રમુખ અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.પારખીયા, નિયામક મંડળના સભ્ય શ્રી મોઢવાડીયા, મહુવા એપીએમસીના શ્રી હરેશભાઇ દવે, ડો. માલવિયા,ડો.ખેર,ડો.ચોવટીયા,ડો.ગુંદાળીયા, પુનાના ધનસુખભાઇ શાહ શ્રી કે.એલ ગજેરા તેમજ સૌરાષ્ટ્ર ના ૧૫૦ જેટલા વરસાદનામ વરતારાના અભ્યાસુ લોકો ઉપસ્થિત રહયા હતા. રાજકોટ વિમેકસ ક્રોપ સાયન્સ દ્વારા તમામને પર્યાવરલક્ષી કીટ આપવામાં આવી હતી. ભાણવડ તાલુકામાં મધ્યા્હન ભોજન યોજના કેન્દ્રઆ સંચાલક/રસોયા/મદદનીશની ખાલી પડેલ જગ્યા‍ઓ માટે થશે ભરતી દેવભૂમિ દ્વારકા જિલ્લાવના ભાણવડ તાલુકાના (૧) ધરારગર પ્રા.શાળા, (ર) ભોરીયા પ્રા.શાળા, (૩) જેપુર વાડી શાળા (શેઢાખાઇ) કેન્દ્રા પર ચાલુ શૈક્ષણિક સત્રથી નિયત માનદ વેતન દ્વારા કેન્દ્રઇ સંચાલક / રસોયા / મદદનીશની નિંમણૂંક કરવાની થાય છે. તો રસ ધરાવતા તંદુરસ્તા અને કોઇપણ ગુનાહિત કાર્ય કરેલ ન હોય તેમજ સરકારશ્રીના પરિપત્ર અનુસાર પ્રથમ મહિલાઓ માટે તેવા ઉમેદવારોએ તા.૦૨-૦૬-૨૦૧૬ ના રોજ ૩-૦૦ કલાકે મામલતદાર કચેરી – ભાણવડ ખાતે જરૂરી પ્રમાણપત્રો સાથે રૂબરૂ હાજર રહેવા મામલતદારશ્રી ભાણવડની યાદીમાં જણાવાયું છે. ભાણવડ તાલુકાના ખેડુતો જોગ દેવભૂમિ દ્વારકા જિલ્લાજના ભાણવડ તાલુકાના ખેડુતોએ સરકારશ્રી તરફથી મળેલ સુચના મુજબ આઇ-ખેડુત પોર્ટલમાં જે ખેડુતભાઇઓએ વર્ષ-૨૦૧૬-૧૭ માં ખેતીવાડી શાખાની પંપસેટ, અંડર ગ્રાઉન્ડ- પાઇપ લાઇન, તાડપત્રી, પાક સંરક્ષણ સાધન, ખુલ્લીી પાઇપ લાઇન, ચીઝલ પ્લાોઉ, ચાફ કટર જેવા ઘટકોની ઓનલાઇન અરજી કરેલ હોય તેઓએ તા.૩૧-૫-૨૦૧૬ સુધીમાં તાલુકા પંચાયત કચેરી ખેતીવાડી શાખા ભાણવડને આધાર કાર્ડની નકલ જમા કરાવવાની રહેશે. અન્યકથા અરજી પુરાવાના અભાવે રદ કરવામાં આવશે. ઓનલાઇન અરજી કરનાર અરજદારે આધારકાર્ડની નકલ રજુ કરતા સમયે કયા ઘટકમાં અરજી કરેલ છે તેની વિગત અવશ્યજ લખવી તેમ તાલુકા અમલીકરણ અધિકારી ભાણવડની યાદીમાં જણાવાયું છે. જામજોધપૂરના ખાતેદાર ખેડૂત જોગ જામનગર તા.૨૫ મેં આથી જામજોધપૂર તાલુકાના ખાતેદાર ખેડૂત ને જણાવવામાં આવે છે કે ખાતેદારોની સુવિધા માટે ધિરાણનાં બોજા નોંધવા માટે હવેથી જે તે બેન્કો ને અધિકૃત કરેલ છે. તેથી બેન્કોસના બોજાની નોંધ કરી આપશે. જેથી હવે મામલતદાર કચેરી કે સબરજીસ્ટાદર કચેરીમાં બોજાની નોંધ માટે જવાની જરૂરત નથી જેની તમામ ખાતેદારોને ખાસ નોંધ લેવા મામલતદરાશ્રી જામજોધપૂરની યાદીમાં જણાવાયુ છે[. સંભવિત પૂર, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓને પહોંચી વળવા જિલ્લા વહિવટી તંત્ર સજ્જ કલેકટરશ્રી આર.જે.માકડિયા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને પ્રી-મોનસુન અંગેની રીવ્યુ બેઠક યોજાય જામનગર તા. ૨૫ મે, આગામી ચોમાસાની પુર્વ તૈયારીના ભાગરૂપે પ્રી-મોનસુન અંગેની રીવ્યુ બેઠકનું કલેક્ટરશ્રી આર.જે.માકડિયાના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવેલ હતું. આ બેઠકમાં આપત્તિ નિવારણ બાબતનું પ્રેઝનટેશન સ્લાઇડ શો દ્વારા કરવામાં આવેલ હતું. કલેકટરશ્રી માકડિયા દ્વારા જિલ્લા આપત્તિ નિવારણ કમિટીની રચના કરવા જરૂરી સુચનો કરેલ હતા. તાલુકા કક્ષાએ પણ લાયઝન અધિકારી આ આપત્તિ નિવારણ કમિટીની રચના કરશે જયારે તલાટી અને સરપંચશ્રી દ્વારા ગ્રામ્ય કક્ષાએ આપત્તિ નિવારણ કમિટીની રચના કરશે તેમ કલેકટરશ્રીએ જણાવ્યું હતું. કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે,આપત્તિ નિવારણ કમિટીની રચના તા. ૩૧ મે ૨૦૧૬ પહેલા થઇ જાય તે અંગે જરૂરી કાર્યવાહીઓ કરવા પણ સંબંધિત વિભાગને સુચનો કરેલ હતા. તેમજ તા. ૦૧ જુન ૨૦૧૬થી કંટ્રોલરૂમ શરૂ થાય જાય તે માટે પણ જરૂરી સુચનો કરેલ હતા. કલેકટરશ્રી માકડિયાએ આપત્તિ સામેના રક્ષણ માટે આશ્રયસ્થાન અપડેટ કરી લેવા તથા શિક્ષણ વિભાગને શાળા આશ્રયસ્થાન જરૂરી સુવિધા સાથે તૈયાર રાખવા તેમજ જી.ઇ.બી.ના થાંભલા તથા વાયરો અપડેટ કરવા પણ જરૂરી સુચના આપેલ હતી. દરેક વિભાગોને પોતાનો કંટ્રોલરૂમ તા. ૩૦ મે ૨૦૧૬ પહેલા શરૂ કરવા પણ તાકીદ કરેલ હતી. મોનસુન દરમ્યાન કોઇ કર્મચારીની રજા મંજુર કરવી નહી તેવું પણ દરેક વિભાગના અધિકારીશ્રીઓને સુચન કરેલ હતું. ફિશરીઝ વિભાગને પોતાની બોટ તૈયાર રાખવા તથા માછામારોને દરિયો ન ખેડવા અંગેની ચેતવણી આપી માહિતગાર કરવા તેમજ પી.એચ.સી. અને સી.એચ.સી. દ્વારા દવાનો જરૂરી જથ્થો રાખવા પણ સંબંધિત વિભાગના અધિકારીઓને સુચન કરેલ હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મુકેશ પંડયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રદિપ શેજુલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પાઠક તથા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા. જિલ્લાના તમામ તાલુકાઓના અછતગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોના લોકોને ઘઉ તથા ચોખા વ્યાજબી ભાવે વિતરણ કરવા રાજય સરકારનો માનવીય અભિગમ જામનગર તા. ૨૫ મે, જામનગર જિલ્લાના જામનગર, ધ્રોલ, જોડીયા, કાલાવડ, લાલપુર તથા જામજોધપુર તાલુકાના અછત તથા અર્ધઅછતગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાં નોન NFSA કુટુંબો એટલે કે, જે કુટુંબો “ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩”માં સમાવેશ થયેલ નથી તેવા તથા જે કુટુંબો રેશનકાર્ડ જ ધારણ કરતા નથી તેવા અછતગ્રસ્ત વિસ્તારના તમામ રેશનકાર્ડ ધારક કુટુંબોને તથા રેશનકાર્ડ ધારણ ન કરતા કુટુંબોને અછતની પરિસ્થિતિ પુર્ણ ન થાય ત્યાં સુધી વ્યક્તિદીઠ ૪.૨૫૦ કી.ગ્રા. ધઉ પ્રતિ રૂ. ૨.૦૦ કિલોના ભાવે તથા ૦.૭૫૦ કી.ગ્રા. ચોખા પ્રતિ રૂ. ૩.૦૦ કીલોના ભાવે વ્યાજબી ભાવની દુકાનેથી વિતરણ કરવાનું રાજય સરકારે નક્કી કરેલ છે. જે મુજબ જામનગર જિલ્લાના તમામ ૬ તાલુકાના અછત તથા અર્ધઅછતગ્રસ્ત ગામોના લોકોને મે – ૨૦૧૬ના માસથી એટલે કે, ચાલુ માસથી અછતની પરિસ્થિતિ પુર્ણ ન થાય ત્યાં સુધી આવશ્યક ચીજ વસ્તુઓનો જથ્થો ધઉ તથા ચોખાનું ઉપરોકત ઠરાવેલ ભાવ તથા પ્રમાણથી વ્યક્તિદીઠ ૫ કી.ગ્રા. મુજબ અનાજનો જથ્થો સંબંધિત ગામોની વ્યાજબી ભાવની દુકાનેથી વિતરણ કરવામાં આવશે જેની સંબંધિત તમામ રેશનકાર્ડ ધરાવતા કે ન ધરાવતા નાગરિકોએ નોંધ લેવા તથા જરૂર જણાયે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીનો સંપર્ક કરવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી કેતન જોષીની એક યાદીમાં જણાવાયું છે. દ્વારકા તાલુકાના મ્ધ્યાહન ભોજન કેન્દ્વ સંચાલકો માટે અરજીઓ મંગાવાઇ જામનગર તા. ૨૫ મે, દ્વારકા તાલુકાના મેવાસા, ધ્રાસણવેલ, મોજપ વાડી, ભીમપરા વાડી, આવડપરા, મીઠાપુર, કોરાડા, લોવરાલી, મોડેલ, ખંતુબા અને નાગેશ્વર પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્વ સંચાલકોની જગ્યાઓ ખાલી રહેવા પામેલ હોવાથી એસ.એસ.સી. પાસ અથવા સાત ધોરણ પાસ તેમજ ૨૦ વર્ષ થી ૫૫ વર્ષની ઉમરવાળા હોય તેવા સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ અંગે સંચાલક/ સરકારશ્રીના નિયત થયેલ ધોરણ મુજબ માસિક માનદવેતન ચુકવવામાં આવશે તો નિયત અરજી ફોર્મ મામલતદાર કચેરીએથી કામકાજના સમય દરમ્યાન મેળવી સંપુર્ણ વિગતો સાથે ભરી તા.૩૧-૦૫-૨૦૧૬ સુધી મોકલી આપવા તથા મુદત વિત્યા બાદ મળેલ અરજી ફોર્મ સ્વિકારવામાં આવશે નહિં. તા. ૦૨ જુન ૨૦૧૬ના બપોરના ૦૩-૦૦ કલાકે મામલતદાર કચેરી દ્વારકા ખાતે ઇન્ટરવ્યું રાખવામાં આવેલ છે. ઇન્ટરવ્યુ સમયે અભ્યાસના જરૂરી સર્ટીફીકેટની પ્રમાણીત નકલ સાથે સ્વખર્ચે હાજર રહેવા મામલતદારશ્રી દ્વારકાની યાદીમાં જણાવાયું છે. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

No comments:

Post a Comment