Google+ Followers

Latest News inf. By Ashok Hindocha

DD NEWS

.

ZEE NEWS

.

Wednesday, August 31, 2016

હોદ્દા કે સંપત્તિના ભાર સાથે ન જીવવું જોઈએ



હોદ્દા કે સંપત્તિના ભાર સાથે જીવવું જોઈએ

                                     KIND  ATTENTION
                                 ________________________
એક મોટા મંદિરનું સંચાલન એક ઝેન ગુરુ સંભાળતા હતા. તેમને મળવા ઘણા માણસો આવતા હતા. તેઓ ઘણી વાર એકાંતમા રહેવાનું પસંદ કરતા. સિવાય ક્યારેક તેઓ કોઈની સાથે વાતો કરતા હોય ત્યારે નવો મુલાકાતી આવી ચડતો. એટલે તેમણે તેમના એક શિષ્યને જવાબદારી સોંપી કે કોઈ મને મળવા આવે ત્યારે તેને સીધા મારા રૂમમાં મોકલવાને બદલે મને જાણ કરજે. દિવસથી શિષ્ય તેમને પૂછીને મુલાકાતીને તેમના કમરામાં મોકલવા લાગ્યો.એક દિવસ જાપાનનો સમ્રાટ ઝેન ગુરુને મળવા આવી ચડ્યો. તેણે પેલા શિષ્યને કહ્યું: ‘જા ઝેન ગુરુને કહે કે સમ્રાટ તમને મળવા આવ્યા છે.’ શિષ્ય દોડતો અંદર ગયો. તેણે ઉત્સાહભેર ગુરુને કહ્યુ: ‘સમ્રાટ જિમ્મુ તમને મળવા આવ્યા છે. અંદર મોક્લાવું ને..? ઝેન ગુરુએ શાંતિથી કહ્યું: ‘મારે એમનું કશું કામ નથી. એમને કહી દે કે તેઓ અહીંથી ચાલ્યા જાય.. શિષ્યને આશ્ર્ચર્ય થયું, પણ તેણે ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું હતું. તેણે બહાર જઈને સમ્રાટને કહ્યું: ‘મારા ગુરુએ કહેવડાવ્યું છે કે સમ્રાટને કહે કે મારે એમનું કશું કામ નથી. એમને કહી દે કે તેઓ અહીંથી ચાલ્યા જાય.. શિષ્યને હતું કે સાંભળીને સમ્રાટ રોષે ભરાશે, પણ સમ્રાટે હસીને કહ્યું: ‘મારી ભૂલ થઈ ગઈ.. પછી તેમણે શિષ્યને કહ્યું: ‘ગુરુને જઈને કહે કે જિમ્મુ તમને મળવા માગે છે.. શિષ્યએ અંદર જઈને કહ્યું: ‘જિમ્મુ તમને મળવા માગે છે.. ગુરુએ કહ્યું: ‘અરે એને જલદી અંદર મોકલ. હું પણ એને મળવા આતુર છું...

ઘણા માણસો પોતાના હોદ્દા કે પોતાની સંપત્તિના ભારમાં રહેતા હોય છે. એવી વ્યક્તિઓને જોઈને ઝેનકથા યાદ આવી જાય છે..

No comments:

Post a Comment