Google+ Followers

Latest News inf. By Ashok Hindocha

DD NEWS

.

ZEE NEWS

.

Friday, September 2, 2016

મહાહડતાલ સફળઃ કેરળ-ત્રિપુરા થંભી ગયાઃ અનેક સ્‍થળે હિંસા મજુર વિરોધી ફેરફારો સામે ૧૮ કરોડ કામદારોની સજ્જડ હડતાલઃ બેંક-વીમા-પરિવહન-પોસ્‍ટલ-ટેલીકોમ સેવાને અસરઃ દેશભરમાં દેખાવો-રેલીઓ-પ્રદર્શન : કર્ણાટકમાં બંધની મોટી અસર જોવા મળીઃ ગુડગાંવ પણ સજ્જડ બંધઃ અનેક રાજયોમાં બંધની વ્‍યાપક અસરઃ કેન્‍દ્રીય કચેરીઓ-રેલ્‍વે ચાલુઃ બેંક હડતાલથી અબજો રૂપિયાના નાણાકીય વ્‍યવહારો ખોરવાયાઃ અનેક રાજયોમાં પરિવહન સેવાને પણ અસર નવી દિલ્‍હી તા. ર : કેન્‍દ્ર સરકારની ‘મજૂર વિરોધી' નીતિના વિરોધમાં ૧૦ ટ્રેડ યુનિયનોમાં આપેલા હડતાલના એલાનને સજ્જડ પ્રતિસાદ મળ્‍યો છે. દેશભરના ૧૮ કરોડ કામદારો હડતાલ ઉપર ઉતરતા બેંક, વીમા, પોસ્‍ટલ, પરિવહન, ટેલીકોમ સહિતની સેવાઓને માઠી અસર પહોંચી છે. આજે મજુર મંડળોએ ઠેર ઠેર દેખાવો, રેલીઓ અને પ્રદર્શન કરી પોતાનો અવાજ બુલંદ કર્યો છે. કેરળ, ત્રિપુરા, કર્ણાટકમાં બંધની વ્‍યાપક અસર જોવા મળી હતી. કેરળ અને ત્રિપુરા થંભી ગયા હતા. કેરળમાં પબ્‍લીક ટ્રાન્‍સપોર્ટ સેવા પણ ઠપ્‍પ થઇ હતી. કર્ણાટકમાં શાળા-કોલેજો પણ બંધ રહી હતી. ગુડગાંવ પણ શટડાઉન રહ્યુ હતુ. અનેક સ્‍થળે હિંસા થયાના અહેવાલો પણ મળી રહ્યા છે. પટણા અને ચેન્‍નાઇમાં હિંસક ઘટનાઓના અહેવાલ પ્રાપ્‍ત થઇ રહ્યા છે. મુંબઇ અને દિલ્‍હીમાં પરિવહન અને વિજળી સેવા ચાલુ છે. મોટાભાગના રાજયોમાં સરકારી બેંકો અને કાર્યાલયો બંધ છે. આજે રેડીયોલોજીસ્‍ટ અને સરકારી હોસ્‍પિટલોની નર્સો પણ હડતાલ ઉપર ઉતરી ગઇ છે. સરકારે એસ્‍મા લગાવ્‍યો. પヘમિ બંગાળમાં હડતાલની મિશ્ર અસર જોવા મળી છે. બેંકો સજ્જડ બંધ રહેતા અબજો રૂપિયાના નાણાકીય કામકાજો ખોરવાઇ ગયા છે. મજુર મંડળો ન્‍યુનતમ વેતન ૧૮૦૦૦ અને પેન્‍શન રૂા. ૩૦૦૦ કરવાની માંગ કરી રહ્યા છે. આ ટ્રેડ યુનિયનોનું કહેવું છે કે અમારી માગણીઓ પ્રત્‍યે સરકારનું ઉદાસીન વલણ, લેબર લોમાં કરવામાં આવેલા શ્રમિક વિરૂધ્‍ધ સુધારા સામે આ સ્‍ટ્રાઇકનું આયોજન કરવામાં આવ્‍યું છે. યુનિયનોએ દાવો કર્યો હતો કે આ વર્ષની એમની હડતાળ ગયા વર્ષથી મોટી હશે અને વધુમાં વધુ ૧૮ કરોડ કર્મચારીઓ હડતાળમાં ભાગ લીધો છે. ગયા વર્ષે લગભગ ૧૪ કરોડ લોકોએ એમાં ભાગ લીધો હતો. યુનિયનોએ ૧ર માગણીઓ સરકાર સમક્ષ મૂકી છે. માગણીઓમાં મન્‍થ્‍લી મિનિમમ સેલેરી ૧૮,૦૦૦ રૂપિયા કરવાનો, ફુગાવા પર અંકુશ મુકવાનો અને મિનીમમ મન્‍થ્‍લી પેન્‍શન તરીકે ૩૦૦૦ રૂપિયા કરવાનો સમાવેશ છે. સ્‍ટ્રાઇકને કારણે બંદરો, વિમાની સર્વિસ, ટ્રાન્‍સપોર્ટ, ટેલિકોમ અને બેન્‍કિંગ સર્વિસિસ પ્રભાવિત થશે. હોસ્‍પિટલો અને વિજળીના પ્‍લાન્‍ટના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા છે. પરંતુ એથી હોસ્‍પિટલો અને વિજળીના પ્‍લાન્‍ટની સર્વિસિસને અસર નથી થઇ. કેન્‍દ્રીય જાહેર ક્ષેત્રની કંપનીઓ જેવી કે કોલ ઇન્‍ડીયા, ગેસ ઓથોરીટી, ઓફ ઇન્‍ડીયા, ઓઇલ એન્‍ડ નેચરલ ગેસ કોર્પોરેશન, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, ઓઇલ ઇન્‍ડીયા લીમીટેડ, હિન્‍દુસ્‍તાન એરોનોટીકસ લીમીટેડ અને ભારત હેવી ઇલેકટ્રીકલ્‍સ લીમીટેડ આજે હડતાળ પર છે. જો કે ભારતીય રેલવે અને અન્‍ય કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ હડતાળમાં નથી કારણ કે સરકારે તેમનો મન્‍થ્‍લી મીનીમમ સેલેરી સાતમા વેતન પંચ અંતર્ગત ૧૮,૦૦૦ થી ર૬,૦૦૦ રૂપિયા સુધી કરવાનો વિચાર કરવા માટે કમીટીની રચના કરી છે. દિલ્‍હી, હૈદ્રાબાદ, બેંગ્‍લોર, કોલકતા જેવા શહેરોમાં પરિવહન સેવા ખોરવાઇ ગઇ છે. વિજળી, પરિવહન, ખાણ, રક્ષા, ટેલીકોમ, વિમા ક્ષેત્રને માઠી અસર પહોંચી છે.

મહાહડતાલ સફળઃ કેરળ-ત્રિપુરા થંભી ગયાઃ અનેક સ્‍થળે હિંસા
મજુર વિરોધી ફેરફારો સામે ૧૮ કરોડ કામદારોની સજ્જડ હડતાલઃ બેંક-વીમા-પરિવહન-પોસ્‍ટલ-ટેલીકોમ સેવાને અસરઃ દેશભરમાં દેખાવો-રેલીઓ-પ્રદર્શન : કર્ણાટકમાં બંધની મોટી અસર જોવા મળીઃ ગુડગાંવ પણ સજ્જડ બંધઃ અનેક રાજયોમાં બંધની વ્‍યાપક અસરઃ કેન્‍દ્રીય કચેરીઓ-રેલ્‍વે ચાલુઃ બેંક હડતાલથી અબજો રૂપિયાના નાણાકીય વ્‍યવહારો ખોરવાયાઃ અનેક રાજયોમાં પરિવહન સેવાને પણ અસર
   નવી દિલ્‍હી તા. ર : કેન્‍દ્ર સરકારની ‘મજૂર વિરોધી' નીતિના વિરોધમાં ૧૦ ટ્રેડ યુનિયનોમાં આપેલા હડતાલના એલાનને સજ્જડ પ્રતિસાદ મળ્‍યો છે. દેશભરના ૧૮ કરોડ કામદારો હડતાલ ઉપર ઉતરતા બેંક, વીમા, પોસ્‍ટલ, પરિવહન, ટેલીકોમ સહિતની સેવાઓને માઠી અસર પહોંચી છે. આજે મજુર મંડળોએ ઠેર ઠેર દેખાવો, રેલીઓ અને પ્રદર્શન કરી પોતાનો અવાજ બુલંદ કર્યો છે. કેરળ, ત્રિપુરા, કર્ણાટકમાં બંધની વ્‍યાપક અસર જોવા મળી હતી. કેરળ અને ત્રિપુરા થંભી ગયા હતા. કેરળમાં પબ્‍લીક ટ્રાન્‍સપોર્ટ સેવા પણ ઠપ્‍પ થઇ હતી. કર્ણાટકમાં શાળા-કોલેજો પણ બંધ રહી હતી. ગુડગાંવ પણ શટડાઉન રહ્યુ હતુ. અનેક સ્‍થળે હિંસા થયાના અહેવાલો પણ મળી રહ્યા છે. પટણા અને ચેન્‍નાઇમાં હિંસક ઘટનાઓના અહેવાલ પ્રાપ્‍ત થઇ રહ્યા છે. મુંબઇ અને દિલ્‍હીમાં પરિવહન અને વિજળી સેવા ચાલુ છે. મોટાભાગના રાજયોમાં સરકારી બેંકો અને કાર્યાલયો બંધ છે. આજે રેડીયોલોજીસ્‍ટ અને સરકારી હોસ્‍પિટલોની નર્સો પણ હડતાલ ઉપર ઉતરી ગઇ છે. સરકારે એસ્‍મા લગાવ્‍યો. પヘમિ બંગાળમાં હડતાલની મિશ્ર અસર જોવા મળી છે.
   બેંકો સજ્જડ બંધ રહેતા અબજો રૂપિયાના નાણાકીય કામકાજો ખોરવાઇ ગયા છે. મજુર મંડળો ન્‍યુનતમ વેતન ૧૮૦૦૦ અને પેન્‍શન રૂા. ૩૦૦૦ કરવાની માંગ કરી રહ્યા છે.
   આ ટ્રેડ યુનિયનોનું કહેવું છે કે અમારી માગણીઓ પ્રત્‍યે સરકારનું ઉદાસીન વલણ, લેબર લોમાં કરવામાં આવેલા શ્રમિક વિરૂધ્‍ધ સુધારા સામે આ સ્‍ટ્રાઇકનું આયોજન કરવામાં આવ્‍યું છે.
   યુનિયનોએ દાવો કર્યો હતો કે આ વર્ષની એમની હડતાળ ગયા વર્ષથી મોટી હશે અને વધુમાં વધુ ૧૮ કરોડ કર્મચારીઓ હડતાળમાં ભાગ લીધો છે. ગયા વર્ષે લગભગ ૧૪ કરોડ લોકોએ એમાં ભાગ લીધો હતો.
   યુનિયનોએ ૧ર માગણીઓ સરકાર સમક્ષ મૂકી છે. માગણીઓમાં મન્‍થ્‍લી મિનિમમ સેલેરી ૧૮,૦૦૦ રૂપિયા કરવાનો, ફુગાવા પર અંકુશ મુકવાનો અને મિનીમમ મન્‍થ્‍લી પેન્‍શન તરીકે ૩૦૦૦ રૂપિયા કરવાનો સમાવેશ છે.
   સ્‍ટ્રાઇકને કારણે બંદરો, વિમાની સર્વિસ, ટ્રાન્‍સપોર્ટ, ટેલિકોમ અને બેન્‍કિંગ સર્વિસિસ પ્રભાવિત થશે. હોસ્‍પિટલો અને વિજળીના પ્‍લાન્‍ટના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા છે.  પરંતુ એથી હોસ્‍પિટલો અને વિજળીના પ્‍લાન્‍ટની સર્વિસિસને અસર નથી થઇ.
   કેન્‍દ્રીય જાહેર ક્ષેત્રની કંપનીઓ જેવી કે કોલ ઇન્‍ડીયા, ગેસ ઓથોરીટી, ઓફ ઇન્‍ડીયા, ઓઇલ એન્‍ડ નેચરલ ગેસ કોર્પોરેશન, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, ઓઇલ ઇન્‍ડીયા લીમીટેડ, હિન્‍દુસ્‍તાન એરોનોટીકસ લીમીટેડ અને ભારત હેવી ઇલેકટ્રીકલ્‍સ લીમીટેડ  આજે હડતાળ પર છે.
   જો કે ભારતીય રેલવે અને અન્‍ય કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ હડતાળમાં નથી કારણ કે સરકારે તેમનો મન્‍થ્‍લી મીનીમમ સેલેરી સાતમા વેતન પંચ અંતર્ગત ૧૮,૦૦૦ થી ર૬,૦૦૦ રૂપિયા સુધી કરવાનો વિચાર કરવા માટે કમીટીની રચના કરી છે.
   દિલ્‍હી, હૈદ્રાબાદ, બેંગ્‍લોર, કોલકતા જેવા શહેરોમાં પરિવહન સેવા ખોરવાઇ ગઇ છે. વિજળી, પરિવહન, ખાણ, રક્ષા, ટેલીકોમ, વિમા ક્ષેત્રને માઠી અસર પહોંચી છે.
 (03:37 pm IST)
 
Share This News
 

No comments:

Post a Comment