Google+ Followers

Latest News inf. By Ashok Hindocha

DD NEWS

.

ZEE NEWS

.

Friday, September 2, 2016

ગુજરાતમાં બેંક હડતાલ સજ્જડઃ ૩૦,૦૦૦ થી વધુ કર્મચારીઓ જોડાયાઃ ર૦૦૦ કરોડનું કિલયરીંગ ઠપ્‍પ કર્મચારીઓના ઠેર ઠેર દેખાવોઃ સરકારની મજુર વિરોધી નીતિ સામે લડી લેવા નિર્ધાર

ગુજરાતમાં બેંક હડતાલ સજ્જડઃ ૩૦,૦૦૦ થી વધુ કર્મચારીઓ જોડાયાઃ ર૦૦૦ કરોડનું કિલયરીંગ ઠપ્‍પ
કર્મચારીઓના ઠેર ઠેર દેખાવોઃ સરકારની મજુર વિરોધી નીતિ સામે લડી લેવા નિર્ધાર
   રાજકોટ તા. ર :.. આજે દેશવ્‍યાપી મહા હડતાલમાં ગુજરાતના ૩૦,૦૦૦ થી વધુ બેંક કામદારો પણ સામેલ થતાં રાજયભરમાં બેંકીંગ સેવાને માઠી અસર પહોંચી છે. રાજયમાં ર૦૦૦ કરોડનું કિલયરીંગ ઠપ્‍પ થયું હોવાના અહેવાલો મળી રહયો છે. ગુજરાતભરમાં આજે બેંક કામદારોએ જીલ્લા મથકોએ દેખાવો યોજી સરકારની મજૂર નીતિનો વિરોધ કર્યો હતો. આજની હડતાલથી સહકારી અને ખાનગી બેંકોને બાકાત રાખવામાં આવ્‍યો છે.
   સૌરાષ્‍ટ્રમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી, સુરેન્‍દ્રનગર, મોરબી સહિતના જીલ્લામાં તમામ રાષ્‍ટ્રીયકૃત બેંકો સજ્જડ બંધ રહી છે. પરિણામે કરોડોના નાણાકીય વ્‍યવહારો ખોરવાયા છે. રાજકોટમાં બેંક કામદારોએ પરાબજાર ખાતે દેખાવો યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
   મોંઘવારી પર અંકુશ, રોજગારીની તકોનું સર્જન, જાહેર એકમોની સલામતી લઘુતમ વેતનમાં વધારો, સાર્વજનીક સામાજિક સુરક્ષાના હકકો, કોન્‍ટ્રાકટ લેબરની પ્રથા બંધ કરવા વગેરેના સમર્થનમાં ર સપ્‍ટેમ્‍બરના રોજ રાષ્‍ટ્રીય શ્રમ સંગઠનો દ્વારા બાર જેટલી માંગણીઓને લઇને હડતાળ કરવામાં આવી છે. ગુજરાતના બેન્‍ક કર્મીઓ પણ આ હડતાળમાં જોડાયા છે. જેના પરિણામે ર૦૦૦ કરોડના કલિયરીંગ અટવાઇ ગયા છે.
   ભારત સરકારની સામાન્‍ય જનહિત વિરોધી નીતિની સામે આ હડતાળ પાડવામાં આવી રહી છે. સરકાર બેન્‍કોની ૧૬ લાખ કરોડની અનપ્રોડકટીવ અસ્‍કયામતોને લઇને સરકાર ઢીલી નીતિ અપનાવી રહી છે. લોનો માંડવાળ કરી રહી છે. સામાન્‍ય લોકોની બેન્‍કોમાં પડેલી બચત ઉદ્યોગપતિઓને લૂંટવા ન દેવા અમારી માગણી છે. સરકારે ગ્રામીણ ખાનગીકરણનો કાયદો પસાર કરાવ્‍યો છે. શહેરી વિસ્‍તારની સહકારી બેન્‍કોને ડી-લાયસન્‍સ કરવામાં આવી રહી છે. ખાનગી ક્ષેત્રના અમલદારોને રાષ્‍ટ્રીય કૃત બેન્‍કમાં  નિમવામાં આવી રહયા છે. બેન્‍કોનું કામ બહારની સંસ્‍થાને સોંપી કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અધિકારીઓના કામના કલાકો નકકી કરવામાં નથી આવતા અને તેમને પ્રમોશનથી વંચિત રાખવા ખાનગી કંપનીના અધિકારીની ભરતી કરવામાં આવી રહી છે. સરકારની નીતિ રાષ્‍ટ્રીય કૃત બેન્‍કોને મરણ પથારીએ મુકી ખાનગી બેન્‍કોને પ્રોત્‍સાહન આપવાની છે તે સામે અમારો વિરોધ છે. તેમ ગુજરાત બેન્‍ક વકર્સ યુનિયનના મહામંત્રીએ જણાવ્‍યું હતું.
 (04:25 pm IST)
 
Share This News
 

No comments:

Post a Comment